બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા રમત ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર બોટાદ તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બોટાદ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ યોજાશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભમાં પાંચ કેટેગરી મુજબ માનસિક દિવ્યાંગ (MRMR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OHOH), અંધજન (BLINDBLIND), શ્રવણમંદ ક્ષતિવાળા (DEAFDEAF) અને સેરેબ્રલ પાલ્સી (CPCP) ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. ચાલુ વર્ષે અલગ કેટેગરીમાં સેરેબ્રલ પાલ્સીના ખેલાડીઓ માટે સીધે સીધી રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવાનું હોય. શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીમાં સેરેબ્રલ પાલ્સીના ખેલાડીઓનો સમાવેશ કરવાનો રહેશે નહિ. સ્પે. ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ જરૂરી ડોક્યુમેન્ટ આધારકાર્ડ, બેંક પાસબૂક અને વિકલાંગતા પ્રમાણપત્ર સાથે તાલુકા વાઇજ જણાવેલ પ્રતિનિધિનો સપર્ક કરી તારીખ:૧૨/૦૪/૨૦૨૨ સુધીમાં ફોર્મ મેળવી જમા કરાવવાનું રહેશે. બોટાદ માટે શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીના લોકોએ પ્રતિનિધિશ્રી જમોડ વિજયભાઈ મો.નં.૯૬૬૨૧ ૮૧૭૭૩, ગઢડા માટે શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીના લોકોએ વાળા રેખાબેન મો.નં.૯૭૧૪૩ ૬૫૫૨૩, બરવાળા માટે શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીના લોકોએ વાગડીયા કોમલબેન મો.નં.૬૩૫૭૦ ૮૨૯૧૩, રાણપુર માટે શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીના લોકોએ ગાંજા ઈલિયાસભાઈ મો.નં.૯૫૫૮૪ ૬૧૮૮૪, બોટાદ માટે માનસિક દિવ્યાંગ શ્રવણમંદ ક્ષતિવાળા લોકોએ પ્રકાશભાઈ ભીમાણી મો.નં.૯૮૯૮૧ ૩૬૭૯૬ તેમજ સેરેબ્રલ પાલ્સી લોકોએ વાઘેલા રણજીતભાઈ મો.નં.૭૯૮૪૦ ૪૫૯૫૧ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમજ વધુ માહિતી માટે બોટાદ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment