હિન્દ ન્યુઝ, સુરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી વિકાસ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ગુજરાત સહિત દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં શુભારંભ કરાવ્યો.
શહેરોનો સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને સ્માર્ટ, સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ એ માન. વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મજબૂત પાયો છે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના માન. વડાપ્રધાનશ્રીના ધ્યેયને પૂર્ણ કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવા અર્નિંગ વેલ લિવિંગ વેલ મંત્ર સાથે વિકસિત ગુજરાત @ 2047નો રોડ મેપ કંડાર્યો છે તેની ભૂમિકા આપી.
