હિન્દ ન્યુઝ, ગુજરાત
🔹રાજ્યમાં છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ-ગણતરી મુજબ વર્ષ 2023માં સિંહ, મોર, નીલગાય, કાળિયાર, દીપડા, સાબર, ચિંકારા સહિત અંદાજે 21 પ્રજાતિઓની અંદાજિત 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે
🔹રાજ્યમાં એશિયાટિક સિંહની સંખ્યા વર્ષ 2001માં 327ની સામે વર્ષ-2025માં વધીને 891 નોંધાઈ: સિંહ બાદ ગુજરાત હવે વાઘનું પણ નિવાસસ્થાન બન્યું છે
🔹વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં ચાલુ વર્ષે અંદાજે 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા: છેલ્લા 14 વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓમાં અનુક્રમે 355 અને 276 ટકાનો વધારો
🔹રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર’ તૈયાર કરાશે
