હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓનું સંમેલન તારીખ ૧૪/૧૨/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પંડિત દિનદયાલ ઓડિટેરિયમ (ટોપી હોલ), દાહોદ ખાતે યોજવામાં આવશે. આ સંમેલન દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા તેમજ કેન્દ્રીય સૈનિક બોર્ડ તરફથી મળતી વિવિધ સહાય અને સવલતોની જાણકારી આપવામાં આવશે.
