સુરતના ભટારની ગજરાબા પ્રા. શાળાના બાળકોએ મહુવા તાલુકાના વડિયા ગામે સુભાષ પાલેકર કૃષિ ફાર્મની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત

     સુરતના ભટારની ગજરાબા પ્રાથમિક શાળાના બાળકોએ મહુવા તાલુકાના વડિયા ગામના સુભાષ પાલેકર કૃષિ ફાર્મની મૂલાકત લીધી હતી. ૫૦ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકોએ પ્રાકૃતિક કૃષિના પંચ સ્તરીય જંગલ મોડલ ફાર્મની મુલાકાત લઇ તેની વિશેષતાઓ વિષે સમજણ મેળવી હતી. દેશી ગાય આધારિત પંચ સ્તરીય જંગલ મોડલ ફાર્મમાં જુદી જુદી ઊંચાઈ ધરાવતા ધાન્ય, કઠોળ, ફૂલ છોડ, બાગાયતી ફળ પાક અને વેલાવાળા શાકભાજીના એકસાથે થતાં વાવેતર અને તેના દ્વારા જમીન તેમજ પર્યાવરણને લીધે થતાં લાભો વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. 

Related posts

Leave a Comment