હિન્દ ન્યુઝ, ડાંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ભારતમાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વિશેષ ઉભરી આવ્યું છે. સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે રહ્યું છે
જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરમાં રહો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતનાં પ્રાકૃતિક જંગલો અને પ્રવાસન સ્થળોએ જવુ છે તો હવે લાંબા આયોજનની જરૂર નહી પડે, આંખનાં પલકારામાં પહોંચી જશો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓને પહોળા અને અપગ્રેડ કરવાનો એક બૂસ્ટર ડોઝ આપ્યો છે.
તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજના (ફેઝ 1) અતંર્ગત સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં વિવિધ રસ્તાઓ બનાવવા અને અપગ્રેડ કરવા માટે રૂ 1185 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરી છે. આ યોજનામાં પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓ માટે પણ માતબર રકમ ફાળવવામાં આવી છે. આ યોજના અતંર્ગત જિલ્લાઓમાં માર્ગોને પહોળા કરાશે, તેને મજબૂત કરાશે. જરૂરી જગ્યાએ આ રસ્તાઓ ચાર અને છ માર્ગિય કરાશે અને કેટલાક શહેરોમાં બાયપાસ માર્ગોનું નિર્માણ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતના પ્રવાસન ક્ષેત્રએ વર્ષ 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓમાં 14.85 ટકા જેટલો જબદરસ્ત વધારો થયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ભારતમાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વિશેષ ઉભરી આવ્યું છે. સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે રહ્યું છે.

સુરતના સુવાલી બીચ પર સહેલાઇથી પહોંચી શકશો
સુરતનાં દરિયાકાંઠે આવેલા મોરા–સુવાલી બીચ માર્ગનો વિકાસ કરાશે આથી, સુવાલી બીચ સુધી પહોંચવું વધુ સરળ બનશે. સુવાલી બીચ સુરત જિલ્લાના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યુ છે અને અહીં યોજાતો “સુવાલી બીચ ફેસ્ટિવલ” આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માર્ગના વિકાસથી પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે તેમજ વિસ્તારમાં આર્થિક વિકાસને ગતિ મળશે.
સુવાલી બીચ રોડ કોસ્ટર હાઈવે ફેઝ-૧ અંતર્ગત ૧૦.૦૦ મી પહોળો કરવામાં આવ્યો હતો. અને ત્યાર પછી સુવાંલી બીચનો સુરત જિલ્લાના પ્રવાસન સ્ટ્થળમાં સમાવેશ કરાયો હતો. હવે હજ્જારોની સંખ્યામાં સહેલાણીઓ આ બીચની મુલાકાત લે છે. આથી, મોરાથી સુવાલી બીચ રોડ ફોર લેન કરવામાં આવશે.
ઐતિહાસિક અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ પહોળો કરાશે
મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીયાત્રાનાં રૂટ પર હવે સહેલાઇથી પ્રવાસ કરી શકાશે. અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ- પર આવતા કદરામા, એરથાણ, ટકરામા, ભટગામ, મોહમ્મંદપુરા, ગોલા, સાંધિયેર, ગામને આ રસ્તો જોડે છે. આ રસ્તાને ત્રણ મીટરમાંથી સાત મીટર પહોળો કરાશે અને ટ્રાફિકનું ભારણ ઘટતા આ ઐતિહાસિક માર્ગ પર જવુ વધુ સુગમ બનશે.
કોસ્ટલ હાઇ-વે દ્વારા સંજાણ અને દમણ સુંધી પહોંચું બનશે આસાન
વલસાડ જિલ્લામાં ઉમરસાડીથી કોલક નદી કોસ્ટલ હાઇ-વે પર કોઝ-વે બનશે. આ કોસ્ટલ હાઇ-વે વલસાડ અને દમણને જોડતો અગત્યનો રસ્તો છે. આ નયનરમ્ય રસ્તો દમણ, ઉદવાડા અગિયારી, ઉમરસાડી વોક-વે બ્રિજ વગેરે પ્રવાસન સ્થળોને જોડતો રસ્તો છે. હયાત 10 મીટર રસ્તાને હવે પહોળો કરીને ફોન-લેન કરવામાં આવશે.
ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય હવે શહેરોથી દૂર નથી
ગુજરાતનો અતંરિયાળ ગણાતો આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો હવે દૂર નહી લાગે. તેની પ્રાકૃતિક સુંદરતા જોવા માટે થોડી જ વારમાં પહોંચી શકાશે. ડાંગમાં વઘઇથી આહવા જવાનો રાજ્ય ધોરીમાર્ગ ડાંગ જિલ્લાનાં અન્ય ગામોને જિલ્લા મથક સાથે જોડે છે અને પ્રવાસન તથા યાત્રાધામની દ્રષ્ષ્ટએ ઘણી અગત્યતા ધરાવે છે. આ રસ્તો શબરીધામ, પંપા સરોવર, અગ્નિનકુંડ, પાંડવ ગુફા, વગેરે જેવા પવિત્ર યાત્રાધામાં તથા ડોન હિલ સ્ટ્ટેશન, મહાલ કેમ્પ સાઇટ, , દેવનીમાળ કેમ્પ સાઇટટ, સાપુતારા હીલ સ્ટેશન તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ થી સાપુતારા જેવા પ્રવાસન સ્થળો માટે અત્યંત મહત્વનો રસ્તો છે. આ રસ્તો હવે ચાર-માર્ગીય થશે અને લોકો ઝડપથી અતંરિયાળ વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળોએ ઝડપથી પહોંચી શકશે.
રજવાડી નગર ધરમપુર હવે હાથવેંતમાં
આવી જ રીતે, ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર જતા રસ્તાને ચાર માર્ગીય કરવામાં આવશે અને ધરમપુર જવુ વધુ સરળ બનશે. આ રસ્તો પહોળો થતા ચોમાસામાં પ્રકૃતિના ખોળે આવેલા ધરમપુર અને વિલ્સન હીલ જેવા પ્રવાસન સ્થળોએ ઝડપથી પહોંચી શકાશે. દક્ષિણ ગુજરાતનાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા પ્રવાસન અને યાત્રાધામો જેવા કે, કેવડી ઇકો-ટુરીઝમ સાઇટ (માંડવી), પદમડુંગરી ઇકો-ટુરિઝમ સાઇટ (ડોલવણ), ઉનાઇ મંદિર (વાસંદા), વઘઇ બોટનિકલ ગાર્ડન, વાસંદા નેશનલ પાર્ક (વાંસદા), પુર્ણા વન્યજીવ અભ્યારણ્ય, અને ગીરા ધોધ જેવા અનેક સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડે છે. પ્રવાસન સ્થળોનાં વિકાસની સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી મળશે અને સરકારનાં સૌના સાથ અને સૌના વિકાસનાં મંત્રને નવી ઉર્જા મળશે.

