હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ દીપ પ્રાગટ કરી ખેલ મહોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે વિવિધ રમતોમાં રાજ્ય કક્ષાએ જીત મેળવનારા દાહોદના રમતવીરોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ, ધારાસભ્યો અને મહેમાનો પણ આયોજિત વિવિધ રમતોમાં જોડાયા હતા. ચાલી રહેલા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દરેક ક્ષેત્રને ખૂબ મહત્વ આપ્યું છે. જેવા કે ખેતી, આરોગ્ય, શિક્ષણ, આવાસ, સહિતની વિવિધ યોજનાઓ પર ધ્યાન આપી લોકોનો સર્વાંગી વિકાસ થાય દિશામાં કામગીરી કરી રહ્યાં છે. આ સાંસદ ખેલ મહોત્સવનો હેતુ યુવાનોને ફિટનેસ, રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવો છે. આ મહોત્સવમાં માત્ર આધુનિક રમતો નહીં પરંતુ પરંપરાગત ખેલ પણ સમાવિષ્ટ છે, રમતગમતના માધ્યમથી બાળકો અને યુવાનોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવાનો, સ્પર્ધકોનો માનસિક અને શારીરિક વિકાસ કરવાનો તેમજ ભવિષ્યમાં દેશને ઉત્તમ રમતવીરો પૂરા પાડવાનો છે.
એ સાથે કહ્યું કે, દેવગઢબારિયા ખાતે જિલ્લાના યુવાનોને રમતગમત ક્ષેત્ર મંચ આપવા રમત ગમત સંકુલ બનાવવામાં આવ્યું છે. જેમાં રમતવીરોને રહેવા જમવા સહિતની સગવડ આપી રમતવીરોને જેમાં રસ છે તે ને અનુભવી કોચ દ્વારા નિયમ અનુસાર તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં કહ્યું હતું કે, દાહોદ જિલ્લાની ટીમો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમી રહેશે અને દાહોદ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે તેવા તમામ રમતવીરોને અભિનંદન પાઠવું છું. આવનાર સમયમાં તમે વધુ પ્રગતિ કરો તેવી હું શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું.
આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી કહ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫માં ફિટ ઇન્ડિયા અભિયાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ મહોત્સવનો હેતુ ગામડાના બાળકોને યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત કરવાનો તેમનામાં રમત ગમત ક્ષેત્રે રહેલી શક્તિઓ બહાર લાવી તેમને એક મંચ આપવાનું કામ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યું છે. આજે છેવાડાના ગામડાના યુવાનો રાજ્યકક્ષાએ રમતોમાં પ્રથમ ક્રમાંક આવ્યા છે. એટલે દરેકમાં શક્તિઓ હોય છે પણ તેને એક મંચ મળવું જરૂરી છે અને આ કાર્ય આજે થઈ રહ્યું છે.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર , નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ દાહોદ મામલતદાર, દાહોદ તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી અભિષેક મેડા, પદાધિકારીઓ, આગેવાનો, જિલ્લા રમત ગમત વિભાગના અધિકારી અને કર્મચારીઓ, સબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
