હિન્દ ન્યુઝ, ડાંગ
આરોગ્ય વિભાગ દ્વારા અસહ્ય ગરમીને લીધે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવાના આવશ્યક અને સાવચેતીના પગલાં સ્વરૂપે કેટલાક સુચનો આપવામાં આવ્યા છે.
વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકરતા છે. ચાલુ વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધરાના કારણે શરીરમાં (લુ લાગવા સન સ્ટ્રોક) ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ છે.
લુ લાગવા (સન સ્ટ્રોક) ના કેસોમાં સામન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. આ અસરોમાં શરીર અને હાથ પગમાં અસહ્ય સુખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવી, શ્વાસ ચઢવો, હ્રદયના ધબકારા વધવા એ લુ લાગવાના લક્ષણો છે.
સન સ્ટ્રોક લુ થી બચવા જાહેર જનતાએ અગમચેતીના ભાગરૂપે દર્શાવેલ મુજબ સાવચેતી રાખવા જણાવાયું છે કે, ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં, દિવસ દરમ્યાન વધુ પ્રમાણમાં પ્રવાહી પીવું, શક્ય હોય તિ લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ. ભીના કપડાથી શરીરને અવારનવાર લુછવાની આદત કેળવવી, ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું. માથાનો દુખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવેતો તરતજ નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.

