Dial 112 જનરક્ષક મોબાઇલની સતર્ક કામગીરીથી છ વર્ષનું બાળક સુરક્ષિત રીતે પરિવારને સોંપાયું

હિન્દ ન્યુઝ, પંચમહાલ 

      Dial 112 જનરક્ષકમાં કેસ અસાઇન થતા હોટલ ખાખી પાસે એક અજાણ્યું છ વર્ષનું બાળક ભટકતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. મળેલ માહિતીના આધારે 112 જનરક્ષક મોબાઇલની PCR ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને સુરક્ષિત કસ્ટડીમાં લઈ જરૂરી પૂછપરછ કરી.

ત્યારબાદ બાળકને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું અને તેની ઓળખ તથા પરિવાર અંગે માહિતી મેળવી માતા-પિતાને સંપર્ક કરવામાં આવ્યો. સંપર્ક થતાં બાળકના માતા-પિતા પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા બાળકને સુરક્ષિત રીતે તેમના હવાલે સોંપવામાં આવ્યું.

આ સમગ્ર કામગીરી દરમિયાન Dial 112 જનરક્ષક મોબાઇલ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રતિસાદ, માનવતાપૂર્ણ વલણ અને સતર્ક કામગીરી દાખવવામાં આવી, જેના કારણે બાળકને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી.

Related posts

Leave a Comment