ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે ૧૭ નવી સરકારી બસોને મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને અપાઈ લીલી ઝંડી

હિન્દ ન્યુઝ, દાહોદ

     ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૧૭ જેટલી નવી સરકારી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી અને જનજાતિય ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જી.એસ.આર.ટી.સી. પરિવહન નિગમની ૧૭ નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. 

     આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભોભોરે કહ્યું હતું કે, ગોવિંદ ગુરુ ધામ કંબોઈ ખાતે આજે ૧૭ જેટલી નવી બસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે બસોનું ૧૫ મી તારીખે ડેડીયાપાડા ખાતેથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને આજે કંબોઈ ખાતે ૧૭ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી છે. 

      આ બસો છેવાડાના ગામડાઓથી માંથી આવતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વેપારીઓને પરિવહનની મુસાફરીમાં સરળતા રહેશે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ.

    આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, પદાધિકારીઓ, GSRTC વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment