વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો શુભારંભ

હિન્દ ન્યુઝ, વડનગર

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા. 22 નવેમ્બરના રોજ વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો શુભારંભ કરાવશે. બે દિવસીય કાર્યક્રમમાં સાંજે સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે.

🔶 આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુ કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન ઍવૉર્ડ પ્રદાન કરવામાં આવશે.

🎶🎵 પ્રથમ દિવસે સુ કલાપિની કોમકલી દ્વારા શાસ્ત્રીય ગાયન, નિલાદ્રી કુમાર દ્વારા શાસ્ત્રીય વાદન અને સુ ઈશાની દવે દ્વારા લોકસંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. બીજા દિવસે ડૉ. સુભદ્રા દેસાઈ દ્વારા શાસ્ત્રીય ગાયન, નિનદ અધિકારી અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રીય વાદન અને પાર્થ ઓઝા અને તેમની ટીમ દ્વારા લોકસંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે.

Related posts

Leave a Comment