હિન્દ ન્યુઝ, ભાવનગર
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા તથા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં સરદાર@150 યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રા યોજાઈ.
આ પદયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા અને સ્વદેશી ચીજ-વસ્તુઓને પ્રોત્સાહન આપવા શપથ લીધા.
