હિન્દ ન્યુઝ, સુરત
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય તથા સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આદિવાસી યુવાનો અને યુવતીઓમાં વ્યવસાય અને ઉદ્યોગનો વ્યાપ વધારવાના નવીન અભિગમ સાથે, સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે “રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા”નું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે લોકાર્પણ થનાર છે, તે પહેલા તૈયારીનાં ભાગરૂપે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા અને આયોજક મંડળ સાથે સ્થળ નિરીક્ષણ કરીને ચર્ચા કરી અને સુચારુ આયોજન માટે જરૂરી સૂચનો કર્યા.
