હિન્દ ન્યુઝ, ઓડિશા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે BSNLની સિલ્વર જ્યુબિલીના અવસરે ઓડિશા ખાતેથી ગુજરાતમાં 4000 સહિત સમગ્ર દેશમાં 92 હજારથી વધુ સ્વદેશી 4G ટાવરોનું લોકર્પણ કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા અન્ય મહાનુભાવોની સાથે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સમારોહમાં ઉપસ્થિત રહી ટેલિકોમ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને વેગ આપતા આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યું.
વડાપ્રધાનએ ગ્રામીણ, અંતરિયાળ, છેવાડાના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટીવિટી પહોંચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે ભારતની આત્મનિર્ભરતાની યાત્રામાં એક સીમાચિહ્ન સાબિત થશે. ગુજરાતમાં જે ચાર હજારથી વધુ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે તેનાથી 11,000થી વધુ ગામડાઓને 4G મોબાઈલ સેવાનો લાભ મળશે : મુખ્યમંત્રી
વડાપ્રધાનએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી : મુખ્યમંત્રી
