હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ના ઉમેદપુરા પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષિકા રીટાબેન ને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ત્યારે ઉમેદપુરાગામ અને એસ એમ સી દ્વારા શાળા માં સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ઉમેદપુરા પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષિકા રીટાબેન પટેલ ને દાહોદ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લામાં પણ ડીપીઓ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું ઉમેદપુરા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા રીટાબેન પટેલ બાળકોનું શિક્ષણ ની સાથે વ્યસન મુક્તિ સ્વચ્છતા અભિયાન જેવા બાળકોના સર્વાંગી વિકાસ કરવાની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે સાથે સાથે શાળાને પણ સ્વચ્છ અને હરિયાળી બનાવી ખૂબ જ સુંદર પ્રવૃત્તિ કરવા બદલ તેમને ઉમેદપુરા ગામ વતી અને એસએમસી ના સભ્યો વતી આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યા માં ગામના વડીલો અને સી.આર.સી કોર્ડીનેટર હિંમતસિંહ બારીયા ગામના ડેપ્યુટી સરપંચ રૂપસિંહભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : ગોવિંદ પટેલ, દાહોદ
