હિન્દ ન્યુઝ, ભાવનગર
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “માતૃભાષા મહોત્સવ 2025” અંતર્ગત “મળી માતૃભાષા મને ગુજરાતી” વિષય પર કાર્યક્રમ તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના સવારે ૮ કલાકે શ્રીમતી કાપડિયા મહિલા આર્ટસ કોલેજ, નાના અંબાજી મંદિર પાસે, કોર્ટ રોડ ભાવનગર ખાતે યોજાશે.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ડો. ભાગ્યેશ જહા તેમજ વક્તા ડો. કે. ડી. બગડા, ડો. પારૂલબેન ભટ્ટ રહેશે. કાર્યક્રમનું સંચાલન ડો. મહેન્દ્રસિંહ ડાભી કરશે તેમજ કાર્યક્રમના સંયોજક ડો. જીતેન્દ્ર મકવાણા રહેશે. કાર્યક્રમના નિમંત્રક ડો. ચંદ્રિકા એલ. સોલંકી અને ડો. જયેન્દ્રસિંહ જાદવ રહેશે.