હિન્દ ન્યુઝ, જામનગર
જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઇ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઇ અવરોધ ઉભો ન થાય તથા જાહેર સલામતી જળવાઇ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઇલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
જે અનુસાર ઉપરોકત વિસ્તારના મતદાન મથકોમાં મતદાન એજન્ટપ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટા તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઇલ ફોન સાથે તા.૧૬/૦૨/૨૦૨૫ ના સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી પ્રવેશ કરી શકશે નહી.ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને, ચૂંટણી અધિકારીશ્રીએ ખાસ અધિકૃત કરેલ અધિકારીઓ/કર્મચારીઓ/વ્યક્તિઓને મતદાન મથકમાં મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરવા પરનો પ્રતિબંધ લાગુ પડશે નહિ.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.