ગીર સોમનાથમાં બોરવેલ બનાવવા સબબ જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

             રાજયમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામાં બનતા અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. જેથી ગંભીર ઘટનાઓ નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજૂરી મેળવી તે અંગેની ખાતરી જમીન માલિકબોરવેલ માલિક તથા બોર બનાવનાર એજન્સીએ સબંધિત પોલીસ અધિકારીને કરાવવાની રહેશે. તેમજ બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહી અથવા બોરવેલમાં કોઈ બાળકઅન્ય વ્યકિત કે જાનવર પડી ન જાય તેમજ કોઈપણ પ્રકારનો અકસ્માત ન સર્જાય તે અંગેના બોરને ફરતી મજબુત ફેન્સીંગ વાડફરતી મજબુત દિવાલ કરાવવા જેવા તમામ તકેદારીના પગલા લેવાના રહેશે.

આમ છતાઅનઅધિકૃત રીતે કે ચોકકસ સુચનાઓનું પાલન કરવામાં ન આવે તો બોર બનાવનારબોર માલીકજમીન માલીક સામે સુરક્ષા વ્યવસ્થાનું યોગ્ય પાલન ન કરવા તેમજ બેદરકારી દાખવવા બાબતે કાયદાકીય  જોગવાઈઓ મુજબ સબંધીત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કાયદેસરના પગલાં લેવાના રહેશે. જૂના તથા બંધ પડેલ અથવા અવાવરૂ જગ્યા હોય તેવા બોરવેલના માલીકો /જમીન માલીકોએ પણ ઉપરોકત બાબતે કાળજી રાખવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહીતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામુ તાત્કાલીક અસરથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

 

Related posts

Leave a Comment