હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ ભારત આવેલી ચોથી મેકોંગ-ગંગા ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુલાકાત લીધી.
ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ-સંવર્ધન અને વિકાસ તેમજ ગુજરાતના બુદ્ધિસ્ટ સર્કિટના સ્થાનોના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે પરસ્પર સહયોગ માટે ગુજરાત પ્રવાસન નિગમ અને બોધગયા વિજાલય-980 સંસ્થા વચ્ચે MoU કરવામાં આવ્યા.