હિન્દ ન્યુઝ, સુરત
આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ સુરત જિલ્લામાં મકરસંક્રાંતિ નિમિત્તે તા.૧૬/૦૧/૨૦૨૫ સુધી જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં કોઇપણ વ્યકિત/સંસ્થા કે કંપની “સ્કાય લેન્ટર્ન”(ચાઇનીઝ તુક્કલ) તથા તુકકલ/પતંગ ઉડાડવાના નાયલોન અથવા સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરીનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે વપરાશ કરી શકશે નહી. “સ્કાય લેન્ટર્ન”(ચાઇનીઝ તુક્કલ) ઉડાડી શકાશે નહી કે અન્ય કોઇપણ રીતે ઉપયોગ કરી શકશે નહી તથા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીનો પતંગ/ તુક્કલ ઉડાડવા માટે ઉપયોગ કરી શકશે નહિ.