તહેવારોમાં ખાણી પીણીના સ્ટોલ માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે હંગામી ફૂડ સ્ટોલ ધારકોએ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ શહેર તથા જિલ્લા વિસ્તારમાં આગામી નવરાત્રી તહેવારમાં શહેર તથા જિલ્લામાં વિવિધ જગ્યાએ ગરબાનું આયોજન સાથે વિવિધ ખાણી પીણીના સ્ટોલ રાખવામાં આવતા હોય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે હંગામી ફૂડ સ્ટોલ ધારકોએ પણ નિયમ મુજબ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવાનું હોય છે.

આથી જિલ્લાના તમામ ગરબા આયોજકોને ખોરાક અને ઐાષધ નિયમન તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવે છે કે જે તે સ્થળે સ્ટોલ ધરાવતા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તાત્કાલિક લાયસન્સ રજીસ્ટ્રેશન મેળવી લેવાના રહેશે. આ માટે www.foscos.fssai.gov.in. વેબસાઈટ ઉપર જઈ એપ્લાય ફોર ન્યુ લાઇસન્સ રજીસ્ટ્રેશનના પોર્ટલ પર અરજી કરી રજીસ્ટ્રેશન મેળવી લેવાનું રહેશે. અન્યથા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

લાયસન્સ રજીસ્ટ્રેશન મેળવવા બાબતે કોઈપણ તકલીફ પડે તો ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી ૩૧૩, ત્રીજો માળ, જૂના સેવાસદનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, નવરાત્રિના તહેવારો દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમો ગરબાના સ્થળોએ આકસ્મિક ચેકિંગ કરશે અને જો ફૂડ સ્ટોલ ધારક દ્વારા FSSI લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવેલ ના હોય તેમ જ ફૂડ સ્ટોલની અંદર અને ફૂડ બનાવવાની જગ્યાએ શિડ્યુલ-૪ મુજબ સ્વચ્છતા જાળવવામાં નહીં આવે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ ખોરાક અને ઐાષધ નિયમન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.  

વધુમાં ગરબા ના સ્થળોએ તમાકુ તેમજ પાન મસાલા સિક્રેટ બાબતે તમાકુ નિયંત્રણ ધારા મુજબ કમાવો કે તેની બનાવટો ની જાહેરાત ન કરવા પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવવામાં આવે છે.


Related posts

Leave a Comment