ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૪-૨૫ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર શહેર/ગ્રામ્ય સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા (પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ)નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા માંગતી સંસ્થાઓએ પ્રવેશપત્ર ફોર્મ તથા નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ :- dydobvr.blogspot.co પરથી ડાઉનલોડ કરીને સુવાચ્ય અક્ષરે પ્રવેશપત્ર ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે પહોચતું કરવાનું રહેશે. આ તારીખ બાદ કોઈપણની એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં.

    નવરાત્રી પ્રાચીન અને અર્વાચીન ગરબાની સ્પર્ધા અને રાસ સ્પર્ધા ત્રણેય વિભાગમાં પ્રથમ આવનાર ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

Related posts

Leave a Comment