નવાગઢ ભાદર નદી કાંઠા વિસ્તાર પાસે આગ લાગી, પાંચ થી છ ઝૂંપડાઓ આગમાં બળીને ખાખ

હિન્દ ન્યૂઝ, જેતપુર

 

જેતપુર શહેરના ભાદર નદીના પુલ નીચે આવેલી ઝૂંપડીઓમાં મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી પરંતુ તે સમય દરમિયાન પાંચથી છ ઝુંપડાઓમાં રહેલી ઘરવખરી બળીને ખાક થઇ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલા ભાદરનદીના પુલ નજીક ઝુંપડાઓમાં રાત્રે અઢી વાગ્યાના આરસામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. અચાનક આગ લાગેલી જોઈ પરિવારના સભ્યો જાગી જતા બહાર નીકળી ગયા હતા. આ ઘટના અંગે નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. પરંતુ આગમાં પાંચથી છ ઝુંપડાઓ તેમજ તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી.

આ ઝુંપડાઓ શણના કોથળામાંથી બનાવેલ હોવાને કારણે તરત જ આગ ફેલાઈ ગઈ હતી અને એક ઝુંપડામાંથી બીજા ઝુંપડાઓમાં એમ પાંચ થી છ ઝુંપડાઓમાં ફેલાઈ ગઈ હતી. જોકે આગમાં કોઈ જાનહાની થઇ નથી પરંતુ શ્રમજીવી પરિવારના આશ્રય સમા આ ઝુંપડાઓ તેમજ મહેનત મજૂરી કરીને વસાવેલી ઘરવખરી બળીને બળીને ખાક થઇ જતા શ્રમજીવી પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment