લોકોના પ્રશ્નો અંગે જો યોગ્ય રજૂઆત કરવામાં આવે તો ચોક્કસપણે સમસ્યાનું સમાધાન આવી શકે – બશિર ગોહેલ

હિન્દ ન્યૂઝ , વેરાવળ

વેરાવળ પાટણ શહેરનાં સૌ શહેરીજનો ને ખ્યાલ હશે કે વિકાસનાં કામો હાલમાં પૂર જોશમાં ચાલી રહ્યા છે. ભારતીય બંધારણના આટિૅકલ 21 માં સમાવિષ્ટ જીવન જીવવાના અધિકારમાં ભારતીય નાગરિક તરીકે સ્વચ્છ શહેરમાં રહેવાનો અધિકાર તથા પ્રદૂષણ રહિત પર્યાવરણનો અધિકાર ભારતના દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. આ માટે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓ સદર સેવા આપવા જવાબદાર છે તેમજ શહેરનાં નાગરિકોને સેવા પૂરી પાડવી તંત્રની ફરજમાં આવે છે.

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં વિસ્તારમાં લાંબા સમયથી રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને ઘણી જગ્યાએ ઉંડા ખાડા પડી જતા તેમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચલાવતા અને ચાલીને જવામાં પણ જોખમરૂપ બનેલ હતું. રોડ રસ્તાઓ પર ખાડા હોવાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો પણ સર્જાયા હતા તથા આ રોડ રસ્તાઓ ખરાબ હોવાથી વ્હીકલોના મેઈન્ટેનન્સ વધુ આવવાથી લોકોને આર્થિક મુશ્કેલી ઉદભવાથી માનસિક ત્રાસ પણ સહન કરવો પડતો હતો. વેરાવળ પાટણના રોડ પર લાઈટો ન હોવાથી /બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે અકસ્માતો પણ સર્જાતા હતા.

આ મુજબની ઘણી સમસ્યાઓ વેરાવળ પાટણના રહીશોને હોવાથી તંત્રને ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિત / મૌખિક રજૂઆતો વેરાવળ પાટણનાં સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં તાત્કાલિક ધોરણે આજે સમગ્ર સમસ્યાનું નિરાકરણ થતું જોવા મળી રહ્યું છે. સામાજિક કાર્યકર બશિરભાઈ ગોહેલ દ્વારા ચીફ ઓફિસર સાથેની એક ખાસ મુલાકાતમાં જણાવ્યું કે વેરાવળ પાટણના રહીશોને રોડ રસ્તાઓને લઈ જે મુશ્કેલીઓ ભોગવી પડતી હતી. તેનું નિરાકરણ આવી રહ્યું છે તંત્રને સ્થાનિક લોકોનાં સાથ સહકારની અપેક્ષા સાથે વિકાસના કામો માટે આ સરકાર સતત આગેકૂચ કરી રહી છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ના શહેરીજનોને ભોગવવી પડતી મુશ્કેલી અંગે યોગ્ય રોડ-રસ્તાઓ, રોડ રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટો, વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા વિગેરે સેવાઓ આપવા માટે પોઝિટિવ પ્રયાસો કરતાં રહીશું માટે વાદ વિવાદ થી દૂર રહી વિકાસના કામોમા શહેરીજનો સાથ સહકાર આપવા વિનંતી.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment