૯૦-સોમનાથના ધારાસભ્ય અને ચોરવાડ નગરપાલિકા સદસ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ શહેરને તાલુકા કક્ષાનો દરરજો આપવા મુખ્યમંત્રીને કરવામાં આવેલ રજૂઆતની સરકાર દ્વારા નોંધ લેવામાં આવેલ અને આ અંગે આગળની કાર્યવાહી કરવા જણાવેલ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

૯૦ – સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ શહેર તેમજ આજુ બાજુના ગામડાઓના લોકોની ચિંતા કરતા ચોરવાડ શહેરને તાલુકા કક્ષાનો દરરજો આપવા માટે સરકારમાં તા.૩૦-૦૮-૨૦૧૯ ના રોજ રજુઆત કરવામાં આવેલ. જેમાં જણાવેલ કે જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં એક જ નગરપાલિકા છે અને તે ચોરવાડ નગરપાલિકા છે. માળીયા હાટીના તાલુકામાં ઘણા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને માળીયા હાટીના તાલુકાનો વિસ્તાર ખુબ જ મોટો છે. જેથી માળીયા હાટીના તાલુકાનું વિભાજન કરવામાં આવે અને ચોરવાડ શહેરને અલગ તાલુકાનો દરજજો આપવામાં આવે તો ઘણા ગામડાના લોકોના

                                       પ્રશ્નોનું સમયસર નિરાકરણ થઈ શકે તેમ છે. હાલમાં સરકારી કામકાજ માટે લોકોને માળીયા જવું પડે છે. જેથી ચોરવાડને તાલુકાનો દરરજો આપવામા આવે તો સરકારી કચેરી પણ અહીં આવે તો લોકોના કામકાજ સહેલાઈથી થઈ શકે તેમજ સમય અને પૈસાની પણ બચત થઈ શકે અને વિકાસના કામોને વધારે વેગ મળી શકે.આ સાથે ચોરવાડ નગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવેલ કે જો ચોરવાડને તાલુકો જાહેર કરવામાં આવે અને સરકારી કચેરીઓ આવે તો સાથે મળીને ચોરવાડ તાલુકાનાં પ્રજાજનોને વધુ વિકાસના કામોને વેગ મળે અને પ્રજાજનોને અને છેવાડાના માનવીને પણ આ સરકારી કચેરીનો લાભ થઈ શકે. આમ ચોરવાડ શહેરને વિકાસશીલ જાહેર કરવા બાબતની ૯૦ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમની રાજુઆતની સરકાર દ્વારા નોંધ લેવામાં આવેલ અને આ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment