આણંદ જિલ્લામાં ઈવીએમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, આણંદ

   લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ગુજરાત રાજ્યની સાથો સાથ આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની સાતમી તારીખના રોજ સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી મતદાન યોજવાનું છે, ત્યારે આણંદ જિલ્લાની સાત વિધાનસભા મતવિસ્તારમાં ઈવીએમ તૈયાર કરવાની પ્રક્રિયા એટલે કે ઈવીએમ કમિશનીગની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે.

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયાની જાણકારી બાબતે આણંદ, ઉમરેઠ, આંકલાવ‌ અને બોરસદ વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લઈ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમની આ મુલાકાત દરમિયાન ‘‘તમારા મતદાન મથકને ઓળખો’’ કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોની પણ મુલાકાત લઈ મતદાન મથકો ખાતે ઉપલબ્ધ મિનિમમ ફેસીલીટીની પણ જાણકારી મેળવી હતી.

 

Related posts

Leave a Comment