“દરેક જીવ પ્રત્યે કરૂણા એજ રાજય સરકારનો નિર્ધાર”

કરૂણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથની જાહેર અપીલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      ઉત્તરાયણના તહેવાર દરમિયાન સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા કરૂણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી નિર્દોષ પશુ-પંખીઓનો જીવ ન હણાય તેવી કાળજી લેવા તેમજ સલામતિના કેટલાક પગલાઓ લેવા સામાજીક વનીકરણ વિભાગ તરફથી નમ્ર અપીલ અને સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં ચાઈનીઝ અને સિન્થેટીક દોરીનો વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરવો તે ગુન્હો બનતો હોઈ તેનો ઉપયોગ ન કરવા, વૃક્ષો, ઈલેકટ્રીક અને ટેલીફોન લાઈનની ઉપર લટકતા પક્ષીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન મુકવા, ઘાયલ પક્ષી ઉપર પાણી ન રેડવા, તેમજ તેની ઉપર દોરી વિંટળાઈ હોય તો એને ખેંચીને દુર કરવાનો પ્રયત્ન ન કરવા તેમજ જરૂર પડે દોરીને કાતરથી કાપીને દુર કરવા અને તાલીમ પામેલ સ્વયંસેવકોએ જ પક્ષીને બચાવવાની કામગીરી કરવી જોઈએ સહિતના સૂચનો કરાયા છે. અપીલ અનુસાર ઉત્તરાયણના દિવસે પતંગ સવારના ૯-૦૦ વાગ્યાથી પ-૦૦ વાગ્યા સુધી જ ચગાવીએ કારણકે તે સમય દરમિયાન પક્ષીઓની અવર જવર ખુબ જ ઓછી હોય છે તેમજ દુર્ઘટનાવશ જો પક્ષીને લોહી નીકળતું હોય તો એવા સંજોગોમાં એના ઘા ઉપર હળવેથી રૂ મુકીને લોહી નીકળતું બંધ કરવા અને શાંતિથી અને ખલેલ કર્યા વગર નજીકના સારવાર કેન્દ્ર ખાતે લઈ પહોંચતું કરવા અપીલ કરાઈ છે. ઉપરાંત દોરીના ગુંચડા જયાં ત્યાં ન ફેકવા અને જયાં ત્યાં લટકતા દેખાય તો તેનો યોગ્ય નિકાલ કરવા તેમજ ઉત્તરાયણના દિવસે તુક્કલ ન ચઢાવવા તથા ફટાકડા ફોડવાના ટાળી પક્ષીઓને તથા માનવ જાતને થતી નુકશાની અટકાવવા અને ઘાયલ પક્ષી જોવા મળે તો નજીકના પક્ષી બચાવો કેન્દ્રનો સંપર્ક કરીએ અથવા રાજય હેલ્પલાઈન નં. ૮૩૨૦૦૦૨૦૦૦ પશુપાલન વિભાગના ટોલ ફ્રી નંબર ૧૯૬૨ અથવા વન વિભાગના ૧૯૨૬ નંબર ઉપર જાણ કરવા સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા અપીલ કરાઈ છે.

Related posts

Leave a Comment