જામનગરમાં રહેતા પાકિસ્તાનના મહિલાને મળી ભારતીય નાગરિકતા

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગરના કાલાવડ ગેઇટ વિસ્તારમાં રહેતા મહમદહુશૈન જિકર નામના વ્યક્તિએ મૂળ પાકિસ્તાનના અસ્માબાનું સાથે લગ્ન કર્યા હતા. તેણી વર્ષ ૨૦૦૭થી તેમના પતિ સાથે જામનગરમાં રહે છે. તેણીએ ભારતીય નાગરિકતા અપનાવવા માટે અરજી કરતાં કેન્દ્ર સરકાર દ્વારા શ્રીમતી અસ્માબાનુને ભારતીય નાગરિકતા આપવામાં આવતા જિલ્લા કલેકટર બી. એ.શાહના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તે બદલ પતિ-પત્નીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Related posts

Leave a Comment