શિશુવિહાર સંસ્થા દ્વારા વયસ્ક નાગરિકોની સંભાળ માટેની તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે ઓક્ટોબર માસ પછીના પ્રિ- નર્સિંગના વર્ગો શરૂ થનાર છે. આ વર્ગો માટે ઓછામાં ઓછું ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલ ભાઈ-બહેનો માટે સોમવારથી શુક્રવાર સવારે ૯-૩૦ થી બપોરે ૧૨-૩૦ સુધીના ત્રણ માસ માટેની તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને શરીર રચના, દર્દી અને વૃદ્ધિઓની સ્વાસ્થ્ય સેવા તથા ઈમરજન્સી દરમિયાનની જરૂરિયાતો સાથે વડીલોના પોષક આહારની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને નિષ્ણાતો દ્વારા થિયરી અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે.

ભાવનગરની જાણીતી નર્સિંગ કોલેજ શ્રી સહજાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ અને વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી યોજાતી તાલીમ માટે તાલીમાર્થીઓને હોસ્પિટલ ,વૃદ્ધાશ્રમ અને નર્સિંગ હોમમાં પ્રત્યક્ષ તાલીમ સાથે જરૂરિયાતમંદ તાલીમાર્થીઓનું પ્રોફાઈલ પ્રકાશિત કરી નોકરી માટે સઘન પ્રયત્ન પણ કરવામાં આવશે.

ભાવનગરના ૬૫,૦૦૦ થી વધુ નાગરિકો માટે ફર્સ્ટ એઇડ અને ડિઝાસ્ટર અંગેની તાલીમ યોજનાર શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે યોજાતી કેરટેકર તાલીમમાં જોડાવાં ઇચ્છતાં ભાઈ-બહેનોને સંસ્થાના કાર્યાલયનો સંપર્ક કરવા શિશુવિહાર સંસ્થા દ્વારા જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો.હકીમ ઝવેરી

Related posts

Leave a Comment