રાજકોટ ખાતે પૂજા હોબી સેન્ટર આયોજીત મલ્ટી ટેલેન્ટ શો – ૨૦૨૨ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

ગત રોજ રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે પૂજા હોબી સેન્ટર આયોજીત મલ્ટી ટેલેન્ટ શો – ૨૦૨૨ ના સંચાલક શ્રીમતી પુષ્પાબેન રાઠોડ દ્વારા યોજવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ જેની શુભ શરૂઆત આરતી થી શરુ કરી ફેન્સી ડ્રેસ, મોડલિંગ, આલુ કા ચાલુ, રાધે રાધે, સામી સામી, સુપર કિડ્સ, ડ્યુટ સિકવેન્સ, ચક દે ઇન્ડિયા, બમ બમ બોલે, કોરોના – કોરોના, તારા રમ પમ પમ, આર્ટિસ્ટિક ગ્લાઈડ, ચક ધૂમ ધૂમ, તારે આસમાન કે, તંબાકુ, બેટીયાં, એરોબિક જેમનાસ્ટિક, બ્રાઇડલ ફેશન વોક, જુમ્બા, આર યુ રેડી, જૂને રે ગોરી, સુપર કિડ્સ જુનિયર, ઢોલા રે ઢોલા તેમજ મમ્મી ડેડી વગેરે સ્પર્ધાઓ યોજાય હતી. આ મલ્ટી ટેલેન્ટ શો – ૨૦૨૨ સ્પર્ધામાં તાલુકા, રાજ્ય તેમજ નેશનલ – ઇન્ટરનેશનલ લેવલના બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા માં તમામ વિજેતાઓને પૂજા હોબી સેન્ટર દ્વારા શિલ્ડ અને સર્ટિફિકેટ આપી વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું. પૂજા હોબી સેન્ટર નાં મલ્ટી ટેલેન્ટ શો – ૨૦૨૨ના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નાં પૂર્વ કુલપતિ શ્રી વિજયભાઈ દેશાણી, રાજકોટ ડે.મેયરશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, પૂર્વ ડે.મેયરશ્રી માવજીભાઈ ડોડીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાં કારોબારી સભ્ય રમાબેન હેરભા, પ્રદેશ ભાજપ મીડિયા સદસ્ય તેમજ જામનગર – દ્વારકા નાં મીડિયા પ્રભારી શ્રી સુરેશભાઈ પરમાર, સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશનના સંસ્થાપક ચેરપર્સન ડૉ.સીમાબેન પટેલ, નામી અનામી મહેમાનો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રીમતી પુષ્પાબેન રાઠોડ અને પૂજા હોબી સેન્ટર નાં તમામ શિક્ષકગણ તેમજ સ્ટાફ મિત્રો એ ભારે જેહમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment