જસદણ ઇન્ડિયન રેડ ક્રોસ દ્વાર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ

આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા ના ઉદ્દઘાટન પ્રસંગે આસ્થા સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે 500 થી વધુ વિદ્યાર્થીઓ ના નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ અને 700 થી વધુ વિદ્યાર્થીઓ ના બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આ તકે રેડક્રોસ સોસાયટી રાજકોટ ના ચેરમેન દીપકભાઈ નારોલા, ડો.દીપકભાઈ રામાણી, ડો.કટેસિયા, ડો.વિરાજ ગોરવાડીયા, મનુભાઈ શિલું, ડૉક્ટર હાઉસ ની ટીમ, આદર્શ ગ્રૂપ ના સદસ્યો, સમર્થ લેબ ના વિપુલભાઈ, કલ્પેશભાઈ તથા સંતો વિક્રમગીરી બાપુ, મહેન્દ્રગિરી બાપુ એ આશીર્વચન આપ્યા. આમ બહોળી સંખ્યા માં મહાનુભાવોની ખાસ હાજરી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા આસ્થા સ્કૂલ ટીમ તથા રેડક્રોસ સોસાયટી ના ચેરમેન દિલીપભાઈ શિલુંએ ખાસ જહેમત ઉઠાવી હતી.

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment