ભાવનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જિલ્લાના જોખમી માર્ગ વિસ્તારોની મુલાકાત લેઈ જરૂરી સુધારા-વધારા સૂચવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગાંધીનગરના આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર વી.બી.દેસાઈ અને વી.જે.અમીન તથા રોડ સેફ્ટી કન્સલ્ટન્ટ દેવેશ રઘુવંશી દ્વારા ભાવનગર જિલ્લાના જોખમી માર્ગ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને અકસ્માત થવા પાછળના સંભવિત કારણોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન આર.ટી.ઓ., જિલ્લા ટ્રાફિક પોલીસ, માર્ગ બનાવનાર એજન્સી જેવી કે, માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ટીમ દ્વારા બે દિવસમાં કુલ ૧૨ બ્લેકસ્પોટ તેમજ અન્ય અકસ્માત સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા તાત્કાલિક ટૂંકા ગાળાના પગલા લેવા માટે જણાવવામા આવ્યું હતું.. તેમજ આ ટીમ દ્વારા અન્ય જરૂરી ફેરફાર સંબંધિત વિગતવાર રિપોર્ટ જિલ્લા વહીવટી તંત્રને આપવામા આવશે.

આ ટીમે ભાવનગર જિલ્લાના કલેક્ટરની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી.

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીના અધિકારીઓ, આર.ટી.ઓ., પોલીસ, માર્ગ નિર્માણ એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં કલેક્ટરએ આર.ટી.ઓ., પોલીસ, માર્ગ નિર્માણ એજન્સીઓના અધિકારીઓને જરૂરી સુધારા વધારા તાત્કાલિક કરવા આદેશ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી રોડ સેફ્ટી પ્રોગ્રામના અમલીકરણ માટે, માર્ગ સલામતી માટે શિર્ષ સંસ્થા તરીકે કાર્ય કરવાં, રોડ સેફ્ટી ભંડોળની રચના માટે તેમજ માર્ગ સલામતી સાથે જોડાયેલી અન્ય કોઈપણ બાબત સબબ કાર્યરત સત્તામંડળ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment