થરાદ તાલુકાના કોઠીગામ થી ચારધામની યાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, થરાદ

            થરાદ તાલુકાના કોઠીગામ થી આજે ચારધામ ની યાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી ના કારણે છેલ્લા ત્રણ વર્ષ થી લોકોને ભારે હાલાકી પડી રહી હતી ત્યારે ચાલુ વર્ષે કોરોના નું સંક્રમણ ઓછું થતા ગામડા ના લોકોને યાત્રા એ લઈ જઈ રહ્યા છે ત્યાર ઉત્તર માં બદ્રીનાથ ઉત્તરાખંડ, દક્ષિણ રામેશ્વર તમિલનાડુ, પૂર્વ માં જગન્નાથ પુરી ઓડિસા, પશ્ચિમ માં દ્વારકા એમ મળી કુલ ભારત ના ચારધામ ગણાય છે. જેમાં આજે કોઠીગામ થી 80 થી વધુ લોકો સાથે મળી યાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું. જેમાં પ્રવાસ ના આયોજનક દ્વારા 45 દિવસ ના પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ ના વિવિધ ધાર્મિક સ્થળો તેમજ જોવા લાયક સ્થળો ઉપર દર્શન અને પર્યટન સ્થળો પર લઈ જશે. ત્યારબાદ છેલ્લે ઢીમાં ધરણીધર ના દર્શન કરી યાત્રા પૂર્ણ કરવામાં આવશે. આજે થયેલ યાત્રા પ્રસ્થાન વખતે પરિવાર જનો સહિત ગ્રામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહી રાજગીરી બાપુ ની જય બોલાવી યાત્રા નું પ્રસ્થાન કરાયુ હતું.

અહેવાલ : ઈશ્વરભાઈ પટેલ, થરાદ

Related posts

Leave a Comment