આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ 2023 પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે શું વાપરી શકાય ? ચાલો જાણીએ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

               વિશ્વભરમાં ત્રીજી જુલાઈ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે વિશ્વભરમાં પ્લાસ્ટિક બેગોના વપરાશથી પર્યાવરણને થતા નુકસાન સામે લોકોને માહિતગાર કરીને પ્લાસ્ટિક બેગોનો વપરાશ અટકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે તો આ તબક્કે એવો સવાલ થાય કે રોજિંદા જીવનના ભાગ સમાન બનેલી પ્લાસ્ટિક બેગ ન વાપરવી હોય તો તેના સ્થાને બીજું શું વાપરી શકાય ? તો ચાલો આજે જાણીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ(પોલી ઇથીલીન અથવા પોલીથીન બેગ્સ) ના એવા વિકલ્પો વિશે જે પર્યાવરણ માટે પણ ફાયદારૂપ છે અને પ્લાસ્ટિક બેગ જેટલા જ ઉપયોગી છે. 1) રી-યુઝેબલ કોટન બેગ્સ – બાયોડિગ્રેડેબલ – રી-યુઝેબલ (પુનઃ વપરાશ કરિશકાય તેવી) – નેચરલ અને રીન્યુએબલ સોર્સમાંથી બનાવી શકાય – પર્યાવરણ માટે લાભદાયી – ગ્રોસરી, શાકભાજી સહિત ઘરગથ્થુ વપરાશ માટે ઉપયોગી સ્લીવ સાથેની કોટન બેગ્સ બોટલ, બરણી વગેરેના સંગ્રહ માટે પણ ઉપયોગી 2) પેપર બેગ – સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ વિકલ્પ – રિયુઝેબલ અને રિસાયકલેબલ – કમપોસ્ટ તરીકે વાપરી શકાય – સૌથી સસ્તો વિકલ્પ – ઇકો ફ્રેન્ડલી – સ્ટોરેજ માટે સરળ – અલગ અલગ રંગો અને ડીઝાઈનમાં સરળતાથી બનાવી શકાય – ગ્રોસરી બેગ, લંચ બેગ, મર્ચંડાઈઝ બેગ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ 3) શણ/જ્યુટ/હેમ્પ બેગ્સ – સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ – નેગેટિવ કાર્બન એમિશન – કિંમતમાં સસ્તા – સરળતાથી પ્રાપ્ય – ટકાઉ – સરળતાથી ડીઝાઈન આપી શકાય – દરેક ક્ષેત્ર માટે અનુકૂળ અને યોગ્ય – પોલીપ્રોપિલિન કરતા કડક અને મજબૂત 4) કમપોસ્ટેબલ બેગ્સ – શેરડી, પોટેટો સ્ટાર્ચ, બાયોલોજીકલી સોર્સડ પોલીમર જેવા કુદરતી અને રિન્યુએબલ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. – કુદરતી ખાતર તરીકે ડીગ્રેડ કરી શકાય છે. – જમીન માટે લાભદાયી. – લેન્ડફિલ વેસ્ટ ઘટાડે છે. 5) સિલિકોન બેગ્સ – ખાદ્ય પદાર્થો અને કપડાં માટે – રિયુઝેબલ બેગ્સ – સેફ અને ટકાઉં – એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી – લીક પ્રૂફ, સરળતાથી સાફ કરી શકાય – હીટ રેઝિસ્ટંટ – ફ્રીઝર સેફ – લાઈટ વેઇટ, કોમ્પેક્ટ, વર્સેટાઈલ – રસોડાંના વપરાશ માટે યોગ્ય 6) મસ્લીન કલોથ બેગ – કોસ્ટ ઇફેક્ટીવ – સસ્ટનેબલ,રિયુઝેબલ – ગ્રોસરી, શાકભાજી સહિત ઘરગથ્થુ વપરાશ માટે ઉપયોગી – સરળતાથી ધોઈ શકાય કે સાફ કરી શકાય 7) લીનન બેગ – બેકરી આઇટમો માટે ઉપયોગી 8) પોલીપ્રોપિલિન બેગ્સ – કિંમતમાં સસ્તા – ડ્યુરેબલ (ટકાઉ) – રિયુઝેબલ બેગ્સ તરીકે પણ વાપરી શકાય – કોમન પ્લાસ્ટિકસમાં સૌથી ઓછો કાર્બન ઉત્સર્જન દર – પોલીથીન બેગ ની સરખામણીએ ટૂંકો ડીગ્રેડેશન સમય – સંપૂર્ણપણે રિસાયકલેબલ – રિસાયક્લિંગ પ્રોસેસ દરમિયાન પર્યાવરણમાં હાનિકારક – રસાયણોનું ઉત્સર્જન કરતા નથી 9) અન્ય પ્રકારની બેગ્સ કેનવાસ બેગ્સ, ડેનિમ બેગ્સ, ક્રોચેટ બેગ્સ 10) સિન્થેટિક પ્લાસ્ટિક બેગ i) નાયલોન બેગ (સિન્થેટિક પ્લાસ્ટિક બેગ) – નાયલોન પ્લાસ્ટિક ક્રૂડ ઓઇલ માંથી મેળવવામાં આવે છે. – રીયુઝેબલ બેગ્સ બનાવી શકાય છે. – ટકાઉ, મજબૂત અને વજનમાં હલકા – સરળતાથી ફોલ્ડ કે કલર કરી શકાય તેવા – વોટર રેઝિસ્ટન્ટ – ફેબ્રિકમાં સિલ્કના વિકલ્પ તરીકે ઉપયોગી – પોલીથીન બેગની બનાવટમાં અને અન્ય રીતે સરખામણીએ ઓછું પ્રદૂષણ ફેલાવે છે. – લાંબા સમય સુધી અને લેન્ડફિલ સાઈટ્સ થી દુર ઉપયોગ કરવામાં આવે તો પોલીથીન બેગનો વિકલ્પ બની શકે છે. ii) પોલિએસ્ટર બેગ્સ (સિન્થેટિક પ્લાસ્ટિક બેગ) – પોલિએસ્ટર પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે. – પોલિએસ્ટર બેગ્સ વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે. – પોર્ટેબલ શોપિંગ બેગ માટે સૌથી સારો વિકલ્પ – અન્ય પ્લાસ્ટિકની સરખામણીમાં વજનમાં હલકું, પાતળું અને ટકાઉ – બનાવટ દરમિયાન સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવતું પ્લાસ્ટિક શા માટે પ્લાસ્ટિકના આ વિકલ્પો ફાયદારૂપ છે ? – જમીન અને પાણીને ઓછું પ્રદૂષિત કરે છે. – ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે. – વન્યજીવોને નુકસાન પહોચાડતા નથી. – કિંમતમાં સસ્તાં

Related posts

Leave a Comment