અંદાજીત અઢી માસ પૂર્વે તળાજા તાલુકાના દાઠા ગામે બગડ નદી પર આવેલા પુલ એકાએક ધરાશાયી થતા દાઠા તથા આજુબાજુના ગામોના લોકો માટે તળાજા જવા માટે મોટી સમસ્યા ઊભી થઈ

હિન્દ ન્યુઝ,

અંદાજીત અઢી માસ પૂર્વે તળાજા તાલુકાના દાઠા ગામે બગડ નદી પર આવેલા પુલ એકાએક ધરાશાયી થતા દાઠા તથા આજુબાજુના ગામોના લોકો માટે તળાજા જવા માટે મોટી સમસ્યા ઊભી થઈ હતી પરંતુ રોડ અને બિલ્ડીંગ(સ્ટેટ) વિભાગ મહુવા ના ડેપ્યુટી એન્જિનિયર પ્રાપ્તિ બહેન અને તેમના સ્ટાફ દ્વારા તે સમયે દાઠાના ગ્રામ પંચાયત ના આગેવાન સહદેવસિંહ તથા તેમની ટીમની મદદથી દિવસ-રાત એક કરી બીજા જ દિવસે ડાયવર્ઝન રોડનું નિર્માણ કરી તત્કાલ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પરંતુ હાલ આ ઘટનાને અઢી માસ જેટલો સમય થઈ ચૂક્યો હોવા છતાં નવા પુલના નિર્માણ ના કામ હજુ પણ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય અને હજુ સુધી આ કામની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઇ ન હોવાથી આવતા ચોમાસા પહેલા નવા પુલનું નિર્માણ થશે કે કેમ ?


તે દાઠા અને આજુબાજુના સ્થાનિક ગામોના આગેવાનો, વેપારીઓ અને લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે કેમકે દાઠા ને બોરડા તથા તળાજા સાથે જોડતો આ મુખ્ય એક જ માર્ગ હોવાથી આ પુલનું કામ ચોમાસા પહેલા પુર્ણ ન થાય તો દાઠા અને આજુબાજુના તમામ ગામો ચોમાસામાં બગડ નદીમાં પાણી આવવાને લીધે સંપર્ક વિહોણા બની જાય તેમજ દાઠા અને સ્થાનિક ગામોના લોકોને ઈમરજન્સી દવાખાનુ, પોલીસ સ્ટેશન, બેંક, શાળાઓ અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓની જરૂર પડે તો મોટી અગવડતા ઉભી થાય તેમજ તાલુકા કક્ષાએ થતાં તમામ પ્રકારના સરકારી, વહીવટી અને ધંધાર્થી કામો ખોરવાઇ જાય વળી આ રોડ ઊંચાકોટડા યાત્રાધામ તરફ જવા માટેનો પણ મુખ્ય માર્ગ હોવાથી યાત્રાળુઓને પણ ભારે હેરાનગતિ નો ભોગ બનવુ પડે આવનારા સમયમાં આવી કોઈ પરિસ્થિતી ઊભી ન થાય તેવુ ધ્યાનમાં લઈ દાઠા માં ચૂંટાયેલા નવા મહિલા સરપંચ પ્રસન્નબા વાળા એ આજુબાજુના ગામોના સરપંચો આગેવાનો અને સ્થાનિક લોકોને સ્થળ પર એકત્રિત કરી આગામી સમયમાં આ પ્રશ્ને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન અને આવતી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા ની ચીમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટર : મનુ બારીઆ, ભાવનગર

Related posts

Leave a Comment