નર્મદા જિલ્લામાં તા.૩૦ મી જાન્યુઆરી થી તા.૧૩ મી ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરાનારું રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન

હિન્દ ન્યુઝ, નર્મદા

           નર્મદા જિલ્લામાં તા.૩૦ મી જાન્યુઆરી થી તા.૧૩ મી ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરાનારું રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન, ચામડી પર આછું, ઝાખું, રતાશ પડતું કે અન્ય કોઇ ચાઠું મળી આવે તો સઘન તપાસ અને સારવાર નિયત સમયગાળામાં સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનો અનુરોધ. રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા રક્તપિત્ત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની યોજાયેલી બેઠક

          જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા ક્ષય અધિકારી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા, જિલ્લા લેપ્રેસી અધિકારી ડૉ. હેતલભાઇ ચૌધરી, લેપ્રસી અધિકારી ડૉ.હિરેનભાઇ પ્રજાપતિ સહિત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં તા. ૩૦ મી જાન્યુઆરી થી ૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમિયાન રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઇ હતી. ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, સ્પર્શ લેપ્રેસી અવેરનસ કેમ્પેઇનનો માઇક્રોપ્લાન, જિલ્લા, તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ્યકક્ષાએ જન જગૃત્તિ અભિયાન થકી લોકોમાં જાગૃત્તિ આવે તે રીતના પ્રયાસ હાથ ધરવા તેમજ જે લોકોને ચામડી પર આછું,ઝાખું, રતાશ પડતું કે અન્ય કોઇ ચાઠું મળી આવે તો સઘન તપાસ અને સારવાર નિયત સમયગાળામાં સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા, જિલ્લામાં લેપ્રેસીના દરદીઓનું સમયસર ફોલોઅપ લેવાની સાથે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ શાહે પુરૂં પાડ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જિલ્લાને રક્તપિત્તથી મુક્ત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે રક્તપિત્તના નવા દરદીઓને શોધીને સઘન સારવાર થકી રોગને નાબૂદ કરવાની સાથે આ અભિયાન થકી રક્તપિતના કોઇ દરદી રહી ન જાય તે માટે સુચારૂં આયોજન કરીને નજીકના ભવિષ્યમાં રક્તપિત્ત મુક્ત ભારત બનાવવાની શ્રી પલસાણાએ હિમાયત કરી હતી. જિલ્લા લેપ્રેસી અધિકારી ડૉ. હેતલભાઇ ચૌધરીએ લોકોમાં જન જાગૃત્તિ વધે તે હેતુસર રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન દરમિયાન તા. ૩૦ મી જાન્યુઆરી થી ૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમિયાન યોજાનારા અભિયાનમાં જિલ્લાના પાંચેય તાલુકાઓમાં વર્ચ્યુઅલ ગ્રામ સભા- ગ્રામ સંજીવની બેઠક, આરોગ્ય તપાસણી, રક્તપિત બેનર વિતરણ, રક્તપિત સ્ટીકર, ભીંતસુત્રો, માઇકીંગ, રક્તપિત પત્રિકા વિતરણની સાથે કરેલા આયોજનની વિગતવાર જાણકારી પુરી પાડી હતી. બેઠકના અંતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓએ સ્પર્શ રક્તપિત્ત જાગૃત્તિ અભિયાનના સામુહિક શપથ લીધા હતા.

Related posts

Leave a Comment