હિન્દ ન્યુઝ, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાને કોરોના મુક્ત બનાવવા અને નાગરીકોમાં કોરોના પ્રતિરોધક રસીકરણ અંગે જનજાગૃતિ ફેલાય તે માટે કોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચિત કરવા ખાસ કોવિડ-૧૯ પ્રતિરોધ રસીકરણ મેઘા ડ્રાઇવ વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જિલ્લાના કોરોના વેક્સિન લેવામાં બાકી રહી ગયેલા નાગરીકો અને ૧૫ થી ૧૭ વર્ષની વયજૂથના તમામ બાળકોને રસીકરણ માટે પ્રેરીત કરવા માટે આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓના ગામે ગામ અને ઘેર-ઘેર જઈને વેક્સિનેશન ડાઇવ ચલાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી રાજેશ પટેલે ઇડર તાલુકાના ગામોમાં મુલાકાત લઈ હતી. આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મીઓએ સાબરકાંઠા જિલ્લાના આઠે તાલુકાઓમાં બાકી રહી ગયેલા નાગરિકોને રસીકરણ આપવા માટે ઘેર ઘેર જઈને જાગૃત કરવા અને જે લોકોને આ બન્ને ડોઝ લીધાના નવ મહિના પૂર્ણ થયા હોય તેવા તેવા ૬૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવા સાથે ૧૫ થી ૧૭ વય જૂથના તમામ બાળકો તેમજ શાળાએ ન જતા બાળકો માટે અને બાકી રહી ગયેલા સ્કૂલ-કોલેજના બાળકો માટે વેક્સિન ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ૮૦૦૦ જેટલા લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર અભિયાનની સાથે આદિજાતિ વસ્તી ધરાવતા પોશીના તાલુકાના દંત્રાલ પી એસ સી સેન્ટરની who ની ટીમ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી.