બોટાદ ખાતે તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

            જિલ્લાના ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કારકિર્દી ઘડતરની ઉત્કૃષ્ટ તક પ્રાપ્ત થાય તેવા હેતુસર રોજગાર ભરતીમેળા કાર્યક્રમનું સંકલ્પ થી સિધ્ધી અભિગમ અન્વયે ૧૦૦ દિવસના લક્ષ્યાંક નિર્ધારિત કરી નવતર અભિગમ અપનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. પ્રસ્તુત અભિગમ હેઠળ હાથ ધરવામાં આવેલ વિવિધ કામગીરીઓના લાભાર્થીઓને મળેલ યોજનાકીય સહાય તેમજ નવીનતમ પ્રકલ્પોના શુભારંભ હેતુસર જિલ્લા કક્ષાના સુશાસન સપ્તાહ કાર્યક્રમનું આયોજન તા. ૩૦/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા કેમ્પસ, બોટાદ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષતામા તેમજ જિલ્લાના પદાધિકારીઓ અને મહાનુભાવો તેમજ જિલ્લા કલેક્ટર અને અગ્રીમ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ભરતી મેળાના માધ્યમથી રોજગારી મેળવેલ યુવાઓને રોજગાર એનાયત પત્ર તેમજ ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ કરવામાં આવેલ કરાર પત્રનું વિતરણ અને શ્રમેવ જયતે ના સુત્રને સાર્થક કરતા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટેની યોજના હેઠળ નોંધાયેલ શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવશે તેમ બોટાદ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment