મતદાનના દિવસે મતદાન મથક નજીક મંડપ ઉભા કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચુંટણી આયોગના તા.૧૭/૧૧/૨૦૨૧ ની સુચનાનુસાર મતદાનના દિવસે મતદાન મથક નજીક મંડપ ઉભા કરવા પર નિયંત્રણો ફરમાવેલ છે. ઉમેદવારોના ચુંટણી પ્રચાર મથકોને કારણે, મતદારો માટે અવરોધો ઉભા થાય છે. ચુંટણી લડતા ઉમેદવારો અને કાર્યકરો વચ્ચે અથડામણો થાય છે. જેને કારણે કાયદો અને વ્યવસ્થાનાં પ્રશ્નો ઉભા થાય છે અને એ રીતે ચુંટણીનાં મુક્ત, ન્યાયી અને સરળ સંચાલનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. જેથી મતદાનના દિવસે મતદાન મથક નજીક મંડપ ઉભા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ સત્તાની રૂઈએ ફરમાવેલ છે. જેમાં મતદાન મથકની ૨૦૦ મીટરના અંતર સુધીમાં કોઈપણ મંડપ બાંધવો નહી અને એક જ મંડપ બાંધી શકાશે અને તેમા એક ટેબલ અને એક ખુરશી જ રાખી શકાશે. તડકાથી/વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે પરંતુ મંડપની ફરતે કંતાન કે પછી પછેડી જેવી આડશ લગાવી શકાશે નહી. આવા મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તા મંડળની લેખીત પરવાનગી મેળવવી અને સબંધિત ચુંટણી અધિકારીઓને જાણ કરવી જોઈશે. મતદારોને જે સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવારનું નામ/ચિન્હ પ્રતિક અથવા રાજકીય પક્ષનું નામ લખેલુ હોવું જોઈએ નહી. મતદાન કરીને આવેલ મતદારને મંડપમાં ભેગા/એકત્ર થવાની છુટ આપવી નહી. મંડપમાં મતદાન મથકમાં મતદાનની પ્રક્રિયામાં અડચણ (હરકત) ઉભી ન થાય તેની તકેદારી રાખવી. મતદાર કોઈપણ ઉમેદવારના મંડપમાં સ્લીપ લેવા જઈ શકશે તેમ કરતા કોઈપણ પ્રકારે કોઈ દ્વારા તેને અટકાવી શકાશે નહી. મંડપના કાર્યકારો સુમેળભર્યા વાતાવરણમાં જ કાર્યવાહી કરી કોઈ દ્વારા તેને અટકાવી શકાશે નહી. મંડપના કાર્યકારો સુમેળભર્યા વાતાવરણમાં જ કાર્યવાહી કરી શકશે. કાયદો વ્યવસ્થા જાળવવામાં હરકત થશે તો મંડપ દુર કરવાની કાર્યવાહી સક્ષમ સત્તાધિકારી કટી શકશે. આ જાહેરનામાનો અમલ ભાવનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સમાવિષ્ટ થતા વિસ્તાર માટે કરવાનો રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment