દિયોદર ના સોની ગામે પરાગ પ્રજાપતિ નામનો બોગસ તબીસ લોકો ના આરોગ્ય સાથે કરી રહ્યો છે ચેડાં…!

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગામડાઓમાં બોગસ તબીબોની ગામડે ગામડે હડકીઓ છે.તો આરોગ્ય વિભાગ કેમ ચૂપ છે. તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ત્રણ ચાર મહિના પહેલા પણ બોગસ તબીબોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે દિયોદરના સોની ગામે ગામ વચ્ચોવચ પરાગ પ્રજાપતિ નામ નો એક બોગસ તબીબ એક ભાડાની દુકાન માં જન સેવા એ પ્રભુ સેવા નામ નું બોડ મારી પોતાનું દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદરના સોની ગામે બાપ બેટો જાણે ભેઠી ખોલી હોય તેમ ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે અને ગામડાની ભોળી પ્રજાને છેતરી રહ્યાં છે તેની જાતને એમ.ડી.ડોક્ટર હોય તેમ બાટલા અને ઇજેક્સન અને દવાઓ નું વેચાણ કરી રહ્યો છે. સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની જાગીરી ભેગી કરી ઈકમટેક્ષ અને સેલટેક્ષ ને પણ છેતરી રહ્યો છે. તો આવા બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment