વેરાવળ શીખ સમુદાય દ્વારા ગુરુદ્વારામાં ઉજવાઈ દસમા ધર્મ ગુરુ ગોવિંદસિંહ ની જન્મ જયંતિ, ઉષાબેન કુસકીયા ની ખાસ ઉપસ્થિતિ

હિન્દ ન્યૂઝ, વેરાવળ

જૂનાગઢ અને ગીર સોમનાથ બે જિલ્લામાંથી સૌપ્રથમ ગુરુદ્વારા વેરાવળ શહેરમાં રિંગ રોડ પર બનેલ શીખ સમુદાયના આ ગુરુદ્વારામાં ગુરુ ગોવિંદસિંહ ની જન્મ જયંતિ ધામ ધૂમ પૂર્વક મહાપ્રસાદી સાથે ઉજવવામાં આવેલ આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહિલા આગેવાન ઉષાબેન કુસકીયા તથા તેમની મહિલા ટીમ ના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉષાબેન કુસકીયા નું વિશેષ સન્માન ગુરુદ્વારામાં ગ્યાનિજી ભાઈ સચીનસિંગ (પૂજારી) દ્વારા કરવામાં આવેલ હતું

આ ગુરુદ્વારામાં અખંડ જ્યોત ચાલુ છે તેમજ દર પૂનમ ના દિવસે ભંડારો થાય છે. જેમાં નાના મોટા અમીર ગરીબ સૌને પ્રસાદી અપાય છે. તેમજ દર રોજ રાત્રે ત્રણ થી છ (અમૃત વેલા) માં ગ્યાનિજી (પૂજારી) અમૃત વાણી દ્વારા ભજન કિર્તન થાઈ છે. જેમાં સિંધી સમાજ ના લોકો પણ આસ્થા સાથે ઉત્સાહભેર જોડાય છે.

આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન એવા ઉષાબેન કુસકીયા દ્વારા શીખ સમુદાયના દસમા ધર્મગુરુ એવા ગુરુ ગોવિંદસિંહ ના જીવન ચરિત્રય વર્ણવી તેમના ઉચ્ચ આદર્શો અને વિચારોથી વાકેફ કરતા શીખ સમુદાયના ઇતિહાસ વિશે જણાવેલ કે આ સમાજના પ્રથમ ધર્મગુરુ ગુરુ નાનકદેવજી, બીજા ગુરુ અંગદેવજી, ત્રીજા ગુરુ અમરદાસજી, ચોથા ગુરુ રામદાસજી, પાંચમા ગુરુ અરજનદેવજી, છઠ્ઠા ગુરુ હરગોવિંદ સાહેબજી, સાતમા ગુરુ હરરાય સાહેબજી, આઠમા ગુરુ શ્રી હરકિશન ધ્યાય, નવમાં ગુરુ બહાદુર સિંહજી અને દસમા ગુરુ ગોવિંદસિંહ જી ની યાદ અપાવી તેમના મહિમા વિષે જણાવતા વધુમાં જણાવેલ કે આ ગુરુદ્વારા માં અનેક વિધ ધાર્મિક ઉત્સવો ઉજવાય રહ્યા અંગે ગૌરવ અનુભવી ગુરુદ્વારા ના ખાસ આયોજકો બચ્ચનસિંગ મહેન્દ્રસિંગ રાઠોર, કાલુમનોહર સીંગ, પરિસિંગ સુલતાનસિંગ, કરતારસિંગ, સોહનસિંગ સહિત આગેવાનોને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

બ્યુરોચીફ : તુલસી ચાવડા, વેરાવળ

Related posts

Leave a Comment