૧૫ તારીખ સુધીમાં ૬૮૮ આવાસ માટે ૧૬૦૫ ફોર્મ ભરાઈ પરત
હિન્દ ન્યૂઝ, રાજકોટ
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નિર્માણાધિન ૧ BHK, ૨ BHK તથા ૩ BHK ના વિવિધ કેટેગરીના ખાલી ૬૮૮ આવાસો અંગે હાલ ફોર્મ વિતરણ પ્રગતિમાં છે. જેની સાપેક્ષમાં EWS1 ના ૨૩૭, EWS2 ના ૮૦૬ LIGના ૫૪૦ તથા MIG ના ૨૨ ફોર્મ ભરાઈ ને પરત આવેલ આમ કુલ ૬૮૮ આવાસની સામે૧૬૦૫ અરજીઓ તારીખ ૧૫.૦૧.૨૦૨૧ સુધી પરત આવી ગયેલ છે. જેમાં ૧૦૪ અરજીઓ ઓનલાઈન સીસ્ટમ અનુસાર આવેલ હતી. હજુ એક દિવસના ફોર્મ આવવાના બાકી છે. આ સમયગાળા દરમિયાન રૂડા કચેરીને આવેલ રજુઆત અનુસાર હાલ મહાનગરપાલિકાના ફોર્મ પણ ભરવાના ચાલુ હોઈ મામલતદારના આવકના દાખલામાં વેઈટીંગ ને કારણે લોકોમાં ફોર્મ ભરવા અંગે મુંજવણ ઉભી થયેલ છે.
આ બાબતને ધ્યાને લેતા રૂડા કચેરી દ્વારાEWS૧, EWS૨ તથા LIG કેટેગરીના ફોર્મ ભરી ને ડીપોઝીટ સાથે પરત કરવાની કામગીરી માટે ૨૨.૦૧.૨૦૨૧ સુધી તારીખ લંબાવવા અંતે નિર્ણય કરેલ છે. આ સમયગાળા દરમિયાન નવા ફોર્મ મળી શકશે નહિ ફક્ત ફોર્મ ભરી ને પરત આપવા અંગે સમય વધારેલ છે. તો અરજદાર આખરી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરે એવો અનુરોધ છે. તથા જે ઈચ્છુક અરજદાર ૧૬.૦૧.૨૦૨૧ સુધી ફોર્મ જમા કરાવી શકેલ નથી તે અરજદાર દ્વારા વહેલી તકે ફોર્મ જમા કરાવવા. તથા MIG કેટેગરી માટે ફોર્મ મેળવવા તથા ડીપોઝીટ સાથે ફોર્મ ભરી પરત આપવાની તારીખ ૨૨.૦૧.૨૦૨૧ સુધી લંબાવેલ લંબાવવા નિર્ણય કરેલ છે. ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે ICICI બેંકનો સંપર્ક કરવાનો રહેશે (જેમાં EWS૧ EWS૨ તથા LIG કેટેગરીના ફોર્મ મળશે નહિ).
વધારેલ તારીખ ૨૨.૦૧.૨૦૨૧ દરમિયાન જે અરજદાર ને ફોર્મ લેવાનું બાકી રહેલ છે અને ફોર્મ ભરવા ઈચ્છુક છે તેવા અરજદાર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે અંતે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda.com, www.rajkotuda.co.inપરથી તા. ૨૨.૦૧.૨૦૨૧ (૨૩.૫૯ કલાક) સુધી ફોર્મ ભરી શકાશે. લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં ૦૨૮૧૨૪૪૦૮૧૦ / ૯૯૦૯૯૯૨૬૧૨ પર સંપર્ક કરવા રૂડા કચેરીની યાદીમાં જણાવેલ છે.