ગીર સોમનાથ ખાતે આખલા ઉપર થયેલા હુમલા બાબતે ગૌ રક્ષા સમિતિના અધ્યક્ષ પ્રવિણ રામે જિલ્લા પોલીસ વડા સાથે કરી મુલાકાત

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં એક અબોલ પશુ પર કોઈ અસામાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે એવી રીતે હુમલો કરવામાં આવ્યો કે ભાલા જેવો લોખંડનો પાઇપ અબોલ આખલાના શરીરમાંથી આરપાર પસાર થઈ ગયો જેના ફોટા પણ સોશીયલ મીડિયામાં ખૂબ વહેતા થયા છે જેના કારણે ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગુજરાતના તમામ ગૌપ્રેમી અને સમગ્ર જનતાના મુખે આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને શોધી કાઢી અને એમના ઉપર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની લોકમુખે ઉગ્ર માંગ ઉઠી છે. 
       

લોકો પાસેથી મળતી માહિતી મુજબ આ ઇજાગ્રસ્ત આખલો સિડોકર ગામેથી મળી આવેલ છે અને આવી ગંભીર રીતે જ્યારે અબોલ પશુ ઉપર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે અખિલ ભારતીય સર્વદલિય ગૌ રક્ષા મહાભિયાન સમિતિના ગુજરાત અધ્યક્ષ પ્રવિણ રામે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાથે મુલાકાત કરી હતી અને આ ઘટનામાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાનુની કાર્યવાહી કરવાની ચર્ચા કરી હતી. 

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા વેરાવળ

Related posts

Leave a Comment