આદિજાતિ સમુદાયના આરોગ્યને મળ્યું ‘સંજીવની’ કવચ, 

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ અને કલ્યાણકારી નિર્ણય; આદિજાતિ દર્દીઓને ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટીક સર્જરી માટે વિશેષ યોજના હેઠળ મા-આયુષ્માન કાર્ડની મર્યાદા ઉપરાંતનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. કીડની, લીવર, હૃદય અને પેનક્રિયાઝ વગેરેના અંગ પ્રત્યારોપણ (ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ) કરવા માટે તેમજ તે માટે રોબોટીક શસ્ત્રક્રિયા સહિતના ઑપરેશનો માટે સહાય આપવા વર્ષ 2026/27 માટે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વર્ષે ₹2.00 કરોડનું બજેટ મંજૂર કરાયું.

Read More

સંતરામપુર -ઝાલોદ રોડ પર સમારકામ કરી વાહનવ્યવહાર સુચારુ કરાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના માર્ગ અમે મકાન વિભાગ સ્ટેટ દ્વારા ઝડપથી સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. સંતરામપુર ઝાલોદ રોડ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યો હતો. આથી આ રોડ પર તત્કાલ ઇકોફિક્સ મટીરીયલથી પેચવર્ક કરીને રોડ મોટરેલબલ કરી દેવામાં આવ્યો છે.પેચવર્ક તથા સમારકામની કામગીરી કરી વાહનવ્યવહાર સુગમ કરવામાં આવ્યો છે.

Read More

જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના અધ્યક્ષ સ્થાને આઈ.સી.ડી.એસ ની ગ્રીવન્સ કમીટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ    જિલ્લા વિકાસ અધિકારી હિરેન બરોટના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સી.ડી.પી.ઓ અને આંગણવાડી કાર્યક્રર બહેનો અને તેડાઘર બહેનોની ગ્રીવન્સ કમીટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આંગણવાડી કાર્યક્રર અને તેડાઘર બહેનોના પ્રતિનિધિ દ્વારા વિવિધ મુદ્દાઓ આંગણવાડી કાર્યક્રર બહેનોના ગેજ્યુટીના પડતર કેસો ગરમ નાસ્તા, મકાન ભાડું, ગેસ રિફિલિંગ, પોષણ સુધા, ગ્રેજ્યુઇટી તમામ બિલો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી પોષણ ટ્રેક્ટ એપ્લીકેશનમા ટેક્નિકલ સમસ્યા AVT એપ્લિકેશન સહિત યોજનાના સ્ટોકના પ્રશ્નો બિલોના પ્રશ્નો સહિત મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ એ દાહોદ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ…

Read More

લખપત-કોટેશ્વર રોડ પર પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવરને જોડતા રૂ. ૧૪ કરોડના ખર્ચે નિર્માણાધિન કનોજ મેજર બ્રિજની કામગીરી પૂરજોશમાં

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં લખપત-કોટેશ્વર રોડ પર આવેલ પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવરને જોડતો કનોજ મેજર બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજના નવનિર્માણ માટે તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવી હતી. જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી નકશા અને અંદાજો તૈયાર કરીને બાકીની તમામ પ્રક્રિયાઓ સત્વરે પૂર્ણ કરીને એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. અંદાજિત રૂ. ૧૪ કરોડના ખર્ચે મંજૂર થયેલા આ બ્રિજના કામની હાલમાં પાઈલની કામગીરી પૂર્ણ…

Read More

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલની હાજરીમાં 16મા રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી

ગૌરવપૂર્ણ ક્ષણ !! હિન્દ ન્યુઝ, ગાંધીનગર      નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલની હાજરીમાં 16મા રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી અંતર્ગત દેશભરમાં અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યો અને સંસ્થાઓનું સન્માન સુરત નવી સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઈન સ્ટેમ ડેથ સર્ટિફાયિંગ એવોર્ડ એનાયત RMO ડૉ. કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિરજા પટેલ, અંગદાનના કાઉન્સેલર નિર્મલા કાથુડને એવોર્ડને સ્વીકાર્યો વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 20,138 અંગ પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) સાથે ભારતે વૈશ્વિક સ્તરે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું; કેન્દ્રીય રાજ્ય મંત્રી દ્વારા ‘જુગ જુગ જીયો અભિયાન’, ‘ઈ-પ્રત્યારોપણ’ ડિજિટલ પ્લેટફોર્મ અને NOTTO મોબાઇલ એપનું લૉન્ચિંગ

Read More

નવસારી જિલ્લામાં પૂર/અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વેપારીઓ-એકમો માટે આર્થિક અને પુનઃવસન સહાય યોજના

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લામાં જુલાઈ-૨૦૨૬ દરમિયાન ભારે વરસાદ, પૂર અને અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલા નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય તથા સેવાકીય એકમોને આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ યોજનાના ઝડપી અને પારદર્શક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે સહાય સમિતિઓની રચના કરવામાં આવી છે.           જેમાં નવસારી મહાનગરપાલિકા વિસ્તાર માટે સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં, નગરપાલિકા વિસ્તાર માટે સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં, ગ્રામ્ય વિસ્તાર માટે…

Read More

વાંકાનેર ખાતે આગામી ૦૪ ઓગસ્ટે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન: ખાનગી ક્ષેત્રે રોજગારીની તક

હિન્દ ન્યુઝ, વાંકાનેર          મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૦૪/૦૮/૨૦૨૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકે મહિલા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.          વાંકાનેરમાં એચ.એન. દોશી કોલેજ ખાતે આયોજિત આ મહિલાઓ માટેના વિશેષ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. આ મહિલા ઔદ્યોગિક ભરતી મેળામાં ભાગ લેવા માટે નોન-મેટ્રિક, એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. અથવા સ્નાતક સુધીની…

Read More

સખી વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા ગુમશુદા મહિલાનું પરિવાર સાથે કરાવાયું પુનઃમિલન

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને એક ગુમશુદા મહિલાને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવીને તત્કાલ મદદ પૂરી પડાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા એક પીડિત મહિલાને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી તેમનું સાંત્વનાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મહિલા મૂળ મધ્યપ્રદેશના…

Read More

જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકામાં વિવિધ રસ્તાઓના નવીનીકરણ અને સમારકામના કામો પૂર્ણ

હિન્દ ન્યુઝ, જામનગર     ગુજરાત સરકાર દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી માર્ગ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકામાં વાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોની સુવિધા અર્થે રોડ રિસર્ફેસિંગ અને પેચવર્કની મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિગતવાર માહિતી અનુસાર, લાલપુર તાલુકામાં આવેલ આરીખાણાથી સ્ટેટ હાઈવે ને જોડતો આશરે ૨.૦૦ કિલોમીટર લંબાઈ ધરાવતો ગ્રામ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી…

Read More

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જામનગર ખાતે વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે તેમના હસ્તકના વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ચાલતી કલ્યાણકારી યોજનાઓ, શ્રમિકોના હિતાર્થે હાથ ધરાયેલા કાર્યો અને ગ્રામીણ વિકાસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન મંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી રામ જી યોજના, કેશ ક્રેડિટ લોન, ‘લખપતિ દીદી’ પહેલ, ગ્રામ હાટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તથા સ્વચ્છ ભારત મિશન સહિતની વિવિધ યોજનાઓની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. આ…

Read More