ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રી અરુણોદય સેવા ટ્રસ્ટ – ગાંધીનગર દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે ઉપસ્થિત રહ્યા હતા. 

જી.ઈ.બી. થર્મલ પાવર સ્ટેશન ખાતે સ્થિત વી.આઈ.પી. ગેસ્ટહાઉસ ખાતે જ્યાં નગરની પ્રથમ ઈંટ મૂકાઈ હતી તે ઐતિહાસિક સ્થળે તક્તીપૂજન સાથે કલેક્ટરશ્રીએ સમગ્ર ગાંધીનગર પરિવારને શહેરના સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. 

Related posts

Leave a Comment