કલોલ તાલુકાના નાંદોલી ગામની રૂબરૂ મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે અને જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટે ઉચ્ચ અધિકારીઓ સાથે કલોલ તાલુકાના નાંદોલી ગામની રૂબરૂ મુલાકાત લઈ ગ્રાઉન્ડ વિઝિટ હાથ ધરી હતી. 

આ મુલાકાત દરમિયાન તેમણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને ગ્રામ્ય માર્ગોની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

કલેક્ટરશ્રીએ નીચાણવાળા વિસ્તારો પર સતત મોનિટરિંગ રાખવા અને ગ્રામજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે તમામ વિભાગોને સંકલનમાં રહી તાત્કાલિક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.

Related posts

Leave a Comment