ગૌરવપૂર્ણ ક્ષણ !! હિન્દ ન્યુઝ, ગાંધીનગર નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલની હાજરીમાં 16મા રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી અંતર્ગત દેશભરમાં અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યો અને સંસ્થાઓનું સન્માન સુરત નવી સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઈન સ્ટેમ ડેથ સર્ટિફાયિંગ એવોર્ડ એનાયત RMO ડૉ. કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિરજા પટેલ, અંગદાનના કાઉન્સેલર નિર્મલા કાથુડને એવોર્ડને સ્વીકાર્યો વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 20,138 અંગ પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) સાથે ભારતે વૈશ્વિક સ્તરે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું; કેન્દ્રીય રાજ્ય મંત્રી દ્વારા ‘જુગ જુગ જીયો અભિયાન’, ‘ઈ-પ્રત્યારોપણ’ ડિજિટલ પ્લેટફોર્મ અને NOTTO મોબાઇલ એપનું લૉન્ચિંગ
Read MoreMonth: August 2026
નવસારી જિલ્લામાં પૂર/અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વેપારીઓ-એકમો માટે આર્થિક અને પુનઃવસન સહાય યોજના
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં જુલાઈ-૨૦૨૬ દરમિયાન ભારે વરસાદ, પૂર અને અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલા નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય તથા સેવાકીય એકમોને આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ યોજનાના ઝડપી અને પારદર્શક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે સહાય સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં નવસારી મહાનગરપાલિકા વિસ્તાર માટે સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં, નગરપાલિકા વિસ્તાર માટે સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં, ગ્રામ્ય વિસ્તાર માટે…
Read Moreવાંકાનેર ખાતે આગામી ૦૪ ઓગસ્ટે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન: ખાનગી ક્ષેત્રે રોજગારીની તક
હિન્દ ન્યુઝ, વાંકાનેર મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૦૪/૦૮/૨૦૨૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકે મહિલા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેરમાં એચ.એન. દોશી કોલેજ ખાતે આયોજિત આ મહિલાઓ માટેના વિશેષ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. આ મહિલા ઔદ્યોગિક ભરતી મેળામાં ભાગ લેવા માટે નોન-મેટ્રિક, એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. અથવા સ્નાતક સુધીની…
Read Moreસખી વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા ગુમશુદા મહિલાનું પરિવાર સાથે કરાવાયું પુનઃમિલન
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને એક ગુમશુદા મહિલાને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવીને તત્કાલ મદદ પૂરી પડાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા એક પીડિત મહિલાને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી તેમનું સાંત્વનાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મહિલા મૂળ મધ્યપ્રદેશના…
Read Moreજામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકામાં વિવિધ રસ્તાઓના નવીનીકરણ અને સમારકામના કામો પૂર્ણ
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત સરકાર દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી માર્ગ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકામાં વાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોની સુવિધા અર્થે રોડ રિસર્ફેસિંગ અને પેચવર્કની મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિગતવાર માહિતી અનુસાર, લાલપુર તાલુકામાં આવેલ આરીખાણાથી સ્ટેટ હાઈવે ને જોડતો આશરે ૨.૦૦ કિલોમીટર લંબાઈ ધરાવતો ગ્રામ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી…
Read Moreકેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જામનગર ખાતે વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે તેમના હસ્તકના વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ચાલતી કલ્યાણકારી યોજનાઓ, શ્રમિકોના હિતાર્થે હાથ ધરાયેલા કાર્યો અને ગ્રામીણ વિકાસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન મંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી રામ જી યોજના, કેશ ક્રેડિટ લોન, ‘લખપતિ દીદી’ પહેલ, ગ્રામ હાટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તથા સ્વચ્છ ભારત મિશન સહિતની વિવિધ યોજનાઓની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. આ…
Read Moreફોર વ્હીલર વાહનોની નવી સીરિઝ GJ32ANના ગોલ્ડન-સિલ્વર નંબરની હરાજી થશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઈવેટ ફોર વ્હીલર મોટર વાહન માટેની નવી સીરિઝ નંબરોના ગોલ્ડન-સિલ્વર નંબરોના ઈ-ઓક્શન માટે અરજીઓ મંગાવાઈ છે. ફોર વ્હીલર વાહનોની નવી સીરિઝ GJ32ANના ગોલ્ડન-સિલ્વર નંબરની હરાજી થશે. જેમાં વાહન માલિકો ૮ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકશે જેમાં તા.૦૫/૦૮/૨૦૨૬ થી તા.૦૦૮/૦૮/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૦૮/૦૮/૨૦૨૬ થી તા.૧૦/૦૮/૨૦૨૬ (04:00 PM) સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે https://vahan.parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યૂઝર આઇ-ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર…
Read Moreઆર્મી/એરફોર્સ/નેવી/ લશ્કરી દળોમાં જોડાવા ઈચ્છૂક ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી ગીર સોમનાથ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા ૩૦ દિવસના તદ્દન નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે. રહેવા તથા જમવાની સગવડ સાથેના આ તાલીમ વર્ગનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે. જેમાં શારીરિક તેમજ લેખીત પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે, તો આ પૂર્વ આયોજનનાં ભાગરૂપે તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ગીર સોમનાથ જિલ્લાના ૧૭.૫ વર્ષ થી ૨૩ વર્ષના પુરૂષ ઉમેદવારોએ તા.૨૧/૦૮/૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર…
Read Moreકલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાનેબાલીકાઓને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
“નારી વંદન ઉત્સવ” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરુપે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બાલીકાઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના હસ્તે દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓના મંજૂરી હૂકમ વિતરણ, કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજિન કીટ અને એજ્યૂકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read Moreવેરાવળ ખાતે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ’ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ
હિન્દ ન્યુઝ, વેરાવળ સમગ્ર જિલ્લામાં તા.૦૧ ઓગસ્ટ થી તા.૦૮ ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારીત “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ‘બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ’ નિમિત્તે વેરાવળની ચોકસી કોલેજ, રાજેન્દ્રભુવન રોડ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થિનીઓ દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” ના સ્લોગન ટી-શર્ટ પહેરી જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો. શહેરના રાજેન્દ્રભુવન રોડ પર નીકળેલી આ રેલીમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’, ‘દીકરી-દિકરો એક સમાન’, ‘સ્ત્રી ભૃણ હત્યા અટકાવો’, ‘ગર્ભ પરીક્ષણ કરાવવું તે કાયદાકીય ગુન્હો છે’…
Read More