હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને પશુઓમાં જોવા મળતા મસ્ટાઈટીસ (આંચળનો સોજો) રોગ અંગે સાવચેત રહેવા માટે ફરતા પશુ દવાખાના દ્વારા અપીલ કરવામાં આવી છે. મસ્ટાઈટીસ એ ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓના આંચળમાં થતો ચેપી રોગ છે, જેના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે તેમજ પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. મસ્ટાઈટીસના કારણે પશુના આંચળમાં સોજો, ગરમાવો, દુખાવો, દૂધમાં ગાંઠો પડવી, દૂધનો રંગ બદલાઈ જવો અથવા દૂધમાં લોહી દેખાવા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં પશુને તાવ આવવો, ખોરાક ઓછો લેવો અને નબળાઈ…
Read MoreMonth: July 2026
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે ૨ દિવસીય એક્સપોઝર મુલાકાત-સહ-ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) અંતર્ગત નોંધાયેલા ગરબાડા, લીમખેડા અને દેવગઢ બારિયા તાલુકાના ખેડૂતો માટે ICCOA દ્વારા તા. ૧ અને ૨ જુલાઈ, ૨૦૨૬ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દાહોદ ખાતે એક્સપોઝર મુલાકાત-સહ-ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ડૉ. બિસ્મન સાંગડા, વડા, KVK દાહોદ દ્વારા ખેડૂતોનું સ્વાગત કરી સજીવ ખેતી, કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને ટકાઉ કૃષિના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ નિષ્ણાત વક્તા જી. એમ. વાઘેલા દ્વારા સજીવ ખેતી, લીલા ખાતર (Green Manuring), જમીનની ઉર્વરતા, જૈવિક ઇનપુટ્સના ઉપયોગ તેમજ પાક વ્યવસ્થાપન અંગે…
Read Moreપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વડસરની આકસ્મિક મુલાકાત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલે દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વડસરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ હોસ્પિટલ પરિસરમાં સઘન સફાઈ કામગીરી અને આરોગ્ય સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. નાગરિકોને વધુ ગુણવત્તાસભર અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તેમણે ઉપસ્થિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને સ્વચ્છ અને સુવિધાજનક બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે.
Read Moreન્યાય સાથે સ્વાસ્થ્ય’ની અનોખી પહેલ: બનાસકાંઠા સમગ્ર ગુજરાત રાજ્યનો એકમાત્ર એવો જિલ્લો જેના તમામ તાલુકા કોર્ટમાં ‘આકસ્મિક આરોગ્ય કેન્દ્ર’ શરૂ થયા
હિન્દ ન્યુઝ, પાલનપુર પક્ષકારો જ્યાં ન્યાયની અપેક્ષાએ આવતા હોય અને જેને પવિત્ર મંદિરની ઉપમા આપવામાં આવી હોય, તે ન્યાયમંદિરમાં જ્યારે ન્યાયની સાથે સ્વાસ્થ્યને લગતી સુવિધાઓનો વિચાર પણ અમલમાં આવે ત્યારે આ ઉમદા પહેલ માટે એક સચોટ સ્લોગન સ્ફુરે છે… ‘ન્યાય સાથે સ્વાસ્થ્ય’. નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના દિશાનિર્દેશ અને રાજ્ય સરકાર તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ, છેવાડાના બનાસકાંઠા જિલ્લાની દરેક તાલુકા અદાલતોમાં જિલ્લા અદાલત દ્વારા ‘આકસ્મિક આરોગ્ય કેન્દ્ર’ શરૂ કરીને ‘ન્યાય સાથે સ્વાસ્થ્ય’ની એક અનોખી અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી એક પછી એક…
Read Moreબનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ પૂર્વ મંજૂરી પ્રક્રિયા બની વધુ પારદર્શક : હુકમની નકલ હવે ઓનલાઈન મેળવી શકાશે
હિન્દ ન્યુઝ, પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારો અમલમાં છે. આનો મુખ્ય હેતુ સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતોની તબદીલી પારદર્શક અને કાયદેસર રીતે થાય તેમજ કોઈપણ પ્રકારના દબાણ, લાલચ, છેતરપિંડી અથવા સામાજિક અસંતુલનની પરિસ્થિતિ ઊભી ન થાય તેની ખાતરી કરવાનો છે. આ કાયદા હેઠળ નિયત વિસ્તારોમાં મિલકતની ખરીદી-વેચાણ પહેલાં પાલનપુર પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. અશાંત ધારાના સંદર્ભે પાલનપુર પ્રાંત અધિકારી ડૉ. ડી. એ. ભારાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૂચના મુજબ પાલનપુર શહેરમાં અશાંત ધારો અમલમાં છે. આ ધારા હેઠળ મિલકતની તબદીલી પહેલાં પ્રાંત કચેરીમાં પૂર્વ મંજૂરી માટે…
Read Moreપક્ષીઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે ગ્લુ ટ્રેપના વેચાણ અને ઉપયોગ સામે કાર્યવાહી કરાશે
હિન્દ ન્યુઝ, પાલનપુર ભારત સરકારના પ્રાણી કલ્યાણ સંબંધિત કાયદા તેમજ ઉચ્ચ ન્યાયાલયના આદેશોના અનુસંધાનમાં ગ્લુ ટ્રેપના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધના અસરકારક અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગ્લુ ટ્રેપમાં ફસાયેલા પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને અસહ્ય પીડા ભોગવવી પડે છે, જે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓનો ભંગ ગણાય છે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ સંબંધિત વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા અમલીકરણ એજન્સીઓને ગ્લુ ટ્રેપના ઉપયોગને રોકવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, ખરીદી અથવા ઉપયોગ…
Read Moreકૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે વિવિધ ગામોના ૩૧ ખેડૂતોને કોદરા પાકની ગુજરાત કોદરા જાત ૪ જાતનું ખેડૂત દીઠ ૧ કિ.ગ્રા. બિયારણનું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જીલ્લાના જુદા જુદા ગામોના ખેડૂત મિત્રો ચોમાસું ઋતુ દરમ્યાન કોદરા પાકનું મોટા ભાગે કઠોળ સાથે મિશ્ર પાક તરીકે વાવેતર કરતા હોય છે. દાહોદ જીલ્લામાં ચોમાસું ઋતુ દરમ્યાન કોદરા પાકનો વ્યાપ અને ઉત્પાદન વધારવા તથા ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુસર આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે તારીખ: ૦૧/૦૭/૨૦૨૬ નાં રોજ “સ્ટ્રેંધનિંગ એડેપ્ટીવ રીસર્ચ ઇન એગ્રો-ક્લાયમેટીક ઝોન્સ ઓંફ એ.એ.યુ.” યોજના અંતર્ગત ઇટાવા, લીમડાબારા અને કંથાગર ગામના કુલ ૩૧ ખેડૂતોને કોદરા પાકની ગુજરાત કોદરા ૪ જાતનું પ્રતિ ખેડૂત દીઠ ૧ કિ.ગ્રા. આમ કુલ…
Read More૧ જુલાઈ – “ડોક્ટર્સ ડે” ડૉક્ટર્સ ડે નિમિત્તે IMA દાહોદ દ્વારા આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે યોજાઈ સાયકલ રેલી
હિન્દ ન્યુઝ, દાહોદ રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), દાહોદ દ્વારા ” આરોગ્ય જાગૃતિ, રકતદાન મહાદાન, બેટી બચાઓ બેટી પઢાઓ, ઇંધણ બચાવો – સ્ટોપ રેગિંગ, સ્ટોપ અટેક અગેનસ્ટ ડૉક્ટર, ઓર્ગન ડોનેશન, પર્યાવરણ બચાવો ” ના સંદેશ સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ રેલીને દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદયકુમાર ટીલાવતના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી ઇન્ડિયન રેડ ક્રોસ ભવનથી પ્રસ્થાન કરી ગોવિંદનગર, પડાવ, નગરપાલિકા, ભગિની સમાજ, ગોધરા રોડ, પરેલ, બસ સ્ટેશન અને સર્કિટ હાઉસ માર્ગે ફરી ઇન્ડિયન રેડ ક્રોસ…
Read Moreસુરતના યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા યુવા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ‘સોશિયલ ઇન્ટર્નશીપ’ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરતના છેલ્લા ૧૫ વર્ષથી સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, યુવા સશક્તિકરણ તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંવર્ધન માટે અવિરત કાર્યરત ‘યુનિવર્સલ ફાઉન્ડેશન-સુરત’ દ્વારા વર્ષ ૨૦૨૬ના મે અને જૂન માસ દરમિયાન ૧૪ દિવસ તેમજ ૨૧ દિવસીય સંપૂર્ણ નિઃશુલ્ક અને સફળ ‘સોશિયલ ઇન્ટર્નશીપ’ તાલીમ યોજાઈ હતી. ધર્મ, કર્મ અને જીવનરક્ષાના સંસ્કારો સાથે યુવાનોના સર્વાંગી ઘડતરને સમર્પિત આ અભિયાન દેશની સૌથી મોટી નિઃશુલ્ક અને જનભાગીદારીયુક્ત ઇન્ટર્નશિપના રૂપમાં ઉભરી આવ્યું છે. આ વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રની ૮થી વધુ નામાંકિત યુનિવર્સિટીઓ તથા વિવિધ કોલેજોના ૬૦૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Read Moreનવી સિવિલમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’: ૭૫થી વધુ સફાઈકર્મીઓ નવી સિવિલના વિશાળ કેમ્પસને સ્વચ્છ અને સુઘડ બનાવવાની કામગીરીમાં ઉત્સાહભેર જોડાયા
હિન્દ ન્યુઝ, સુરત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સફાઈ કરીને ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ ૭૫થી વધુ સફાઈ કર્મીઓએ ઉત્સાહભેર જોડાઈને નવી સિવિલના વિશાળ કેમ્પસને સ્વચ્છ અને સુઘડ બનાવવાની કામગીરી કરી હતી.
Read More