વલસાડમાં ફરતા પશુ દવાખાના દ્વારા મસ્ટાઈટીસ (આંચળનો સોજો) અંગે ગામે ગામે માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, વલસાડ

   વલસાડ જિલ્લામાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને પશુઓમાં જોવા મળતા મસ્ટાઈટીસ (આંચળનો સોજો) રોગ અંગે સાવચેત રહેવા માટે ફરતા પશુ દવાખાના દ્વારા અપીલ કરવામાં આવી છે. મસ્ટાઈટીસ એ ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓના આંચળમાં થતો ચેપી રોગ છે, જેના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે તેમજ પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે.

મસ્ટાઈટીસના કારણે પશુના આંચળમાં સોજો, ગરમાવો, દુખાવો, દૂધમાં ગાંઠો પડવી, દૂધનો રંગ બદલાઈ જવો અથવા દૂધમાં લોહી દેખાવા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં પશુને તાવ આવવો, ખોરાક ઓછો લેવો અને નબળાઈ અનુભવવી જેવા લક્ષણો પણ જોવા મળે છે. 

વલસાડ જિલ્લામાં કાર્યરત ૧૯૬૨ પશુ હેલ્પલાઈન હેઠળના ફરતા પશુ દવાખાનાઓ દ્વારા પશુઓના આરોગ્ય અંગે સતત માર્ગદર્શન અને સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment