હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલે દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વડસરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ હોસ્પિટલ પરિસરમાં સઘન સફાઈ કામગીરી અને આરોગ્ય સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. નાગરિકોને વધુ ગુણવત્તાસભર અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તેમણે ઉપસ્થિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને સ્વચ્છ અને સુવિધાજનક બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે.
